પોર્ટુગલના ગામમાં રેડ વાઇનના ઘોડાપૂર!
અતિ ભારે વરસાદને કારણે નગરોની શેરી ગલીઓમાં નદી દોડતી હોય એવા દ્રશ્યો તો સર્જાય છે પણ પોર્ટુગલના સાઓ લોરેન્કો ડી બાઈરો નામના નાનકડા નગરમાં તો શેરીઓમાં રેડ વાઇનના ઘોડાપૂર સર્જાયા હતા.રસ્તાઓ પર દોડતા, ઉછળતા,કુદતા રેડ રેડ વાઇનના લાલ ચટાક વ્હેણને જોઇને લોકો દંગ રહી ગયા હતા.ગામના પાદરે એક ટેકરી ઉપર આવેલી વાઇન ફેકટરીની સ્ટોરેજ ટેંકમાં વિસ્ફોટ થયા બાદ 22 લાખ લીટર વાઇન ધોધરૂપે ગામમાં પ્રવેશ્યો હતો.એક મકાનનું આખું સેલર વાઇન થી ભરાઈ ગયું હતું.ઓલિમ્પિક સાઇઝના ફૂટબોલ મેદાન ને ભરી દે તેટલો વાઇન નજીકની ક્રેટીમા નદીમાં ભળી જાય તે પહેલાં તંત્ર એ વ્હેણને ખુલ્લા મેદાન તરફ વાળવામાં સફળ રહ્યું હતું આ દુર્ઘટના માટે જવાબદારી સ્વીકારી ફેકટરી માલિકે નગરજનોની માફી માંગી હતી.