Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમનેશનલ

ઇથેનોલ બનાવવા મોકલાતા સરકારી ચોખા ફરી સરકારને જ વેચી મારવાનું અનોખું કૌભાંડ

Tue, July 14 2026

22 ઇથેનોલ પ્લાન્ટ, 56 રાઇસ મિલ અને 17 જિલ્લાઓ તપાસના ઘેરામાં

સરકારે ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સબસિડીના ભાવે ફાળવેલા લગભગ પાંચ લાખ મેટ્રિક ટન ચોખાનો ઉપયોગ ઇથેનોલ બનાવવા બદલે ખાનગી રાઇસ મિલોમાં વેચી ફરીથી સરકારી ગોડાઉનમાં જમા કરાવવાનું આશરે રૂ.1,160 કરોડનું ચોંકાવનારું કથિત કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં મધ્યપ્રદેશના બાલાઘાટથી શરૂ થયેલી તપાસ હવે 22 ઇથેનોલ પ્લાન્ટ, 56 રાઇસ મિલ, 17 જિલ્લાઓ અને અનેક સરકારી અધિકારીઓ સુધી પહોંચી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ)ના ગોડાઉનમાંથી ઇથેનોલ પ્લાન્ટ માટે નીકળેલો એક ટ્રક સીધો ખાનગી રાઇસ મિલમાં પહોંચી ગયો હતો. આ ઘટનાથી શરૂ થયેલી તપાસમાં અત્યાર સુધી 17 ટ્રકો જપ્ત કરાયા છે, 50થી વધુ લોકોના નિવેદનો લેવાયા છે, ચાર આરોપીઓની ધરપકડ થઈ છે અને 13થી વધુ શખ્સોની ઓળખ કરવામાં આવી છે.

તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે સરકારે ઇથેનોલ ઉત્પાદન માટે ફાળવેલા પાંચ લાખ મેટ્રિક ટન ચોખામાંથી ખરેખર કેટલા ચોખા ઇથેનોલ બનાવવા વપરાયા અને કેટલો જથ્થો ખાનગી મિલોમાં વાળી દેવાયો.

તપાસમાં ખુલેલી વિગતો મુજબ  સરકારને એક ક્વિન્ટલ ચોખા ખરીદવા, સંગ્રહવા અને પરિવહન સહિતનો ખર્ચ લગભગ 4,000 રૂપિયા થતો હતો. એ જ ચોખા ઇથેનોલ પ્લાન્ટોને માત્ર 2,320 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સબસિડી દરે અપાતા હતા. આરોપ છે કે કેટલાક પ્લાન્ટ સંચાલકો આ ચોખા ખાનગી રાઇસ મિલોને 2,600થી 3,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચી દેતા હતા.

આ પણ વાંચો: આત્મનિર્ભરતાની વાતો વચ્ચે ચીનથી આયાતમાં 21.8 ટકાનો જંગી વધારો

આશંકા વ્યક્ત થઈ રહી છે કે મિલ સંચાલકો આ તૈયાર ચોખાને ફરી પેક કરી સરકારને “કસ્ટમ મિલ્ડ રાઇસ” તરીકે વેચી દેતા અને સરકાર તરફથી તેનું પેમેન્ટ પણ કરવામાં આવતું હતું. આમ સરકારના જ ચોખામાંથી કૌભાંડકારીઓ બે વખત કમાણી કરતા હતા.  તપાસકર્તાઓ હવે તપાસી રહ્યા છે કે બચેલું ધાન ખુલ્લા બજારમાં વેચી દેવામાં આવ્યું હતું કે અન્ય રાજ્યોમાં મોકલી દેવામાં આવ્યું હતું.

પોલીસ હવે એફસીઆઈના ડિસ્પેચ રેકોર્ડ, ઇથેનોલ ઉત્પાદનના આંકડા, ટ્રાન્સપોર્ટ લોગ, વેરહાઉસની એન્ટ્રીઓ અને કસ્ટમ મિલિંગના દસ્તાવેજોની સરખામણી કરી રહી છે. ઇથેનોલ પ્લાન્ટોએ મેળવેલા ચોખામાંથી વાસ્તવમાં કેટલું ઇથેનોલ બનાવ્યું તેની પણ તપાસ ચાલી રહી છે.

ઇથેનોલ બનાવવા તૂટેલા ચોખાને બદલે ‘સમૃદ્ધ ચોખા ‘ મોકલાતા!

તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે ઇથેનોલ માટે સામાન્ય રીતે તૂટેલા ચોખાનો ઉપયોગ થતો હોવા છતાં અહીં આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન-બી12થી સમૃદ્ધ ‘ફોર્ટિફાઇડ રાઇસ’ ફાળવવામાં આવતા હતા. બાળકો, સગર્ભા મહિલાઓ અને કુપોષણ સામે લડવા માટે તૈયાર કરાયેલા આ ચોખાનો ઇથેનોલ માટે ઉપયોગ કેમ થયો તે પણ તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે.

બાલાઘાટ કલેક્ટરે પોતાના ગુપ્ત અહેવાલમાં એફસીઆઈને ચોખાનો વાસ્તવિક ઉપયોગ, ફાળવણી પ્રક્રિયા, પરિવહન, ઉપયોગ પ્રમાણપત્રો તેમજ અધિકારીઓ, ટ્રાન્સપોર્ટરો, ઇથેનોલ કંપનીઓ અને રાઇસ મિલ માલિકોની ભૂમિકાની વિગતવાર તપાસ કરવાની ભલામણ કરી છે.

કઈ રીતે થતું હતું કૌભાંડ?

એફસીઆઈના ગોડાઉનમાંથી સબસિડીના ભાવે ચોખો ઇથેનોલ પ્લાન્ટોને મોકલાતો.

પ્લાન્ટમાં ઇથેનોલ બનાવવાને બદલે ચોખો ખાનગી રાઇસ મિલોને વેચી દેવાતો.

રાઇસ મિલો એ જ તૈયાર ચોખો નવા પેકિંગ સાથે સરકારને “કસ્ટમ મિલ્ડ રાઇસ” તરીકે જમા કરાવતી.

સરકાર પાસેથી મળેલું મૂળ ધાન દળવાની જરૂર પડતી નહીં.

બચેલું ધાન ખુલ્લા બજારમાં અથવા અન્ય રાજ્યોમાં વેચી વધારાનો નફો કમાવાતો હોવાની શંકા.

એક જ ચોખા પરથી ઇથેનોલ પ્લાન્ટ, રાઇસ મિલ અને અન્ય સંકળાયેલા લોકો અનેક વખત નફો કમાતા હોવાનો આરોપ.

કઈ રીતે થયો પર્દાફાશ?

ઇથેનોલ પ્લાન્ટ જતો એક ટ્રક ખાનગી રાઇસ મિલમાં પહોંચ્યો હોવાની માહિતી મળી.

રેવન્યુ, ફૂડ અને પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડતાં ટ્રક મિલમાં મળી આવ્યો.

ત્યારબાદ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી.

અત્યાર સુધી 17 ટ્રક જપ્ત, ચાર ધરપકડ અને 13થી વધુ આરોપીઓની ઓળખ.

56 રાઇસ મિલોને નોટિસ આપી દસ્તાવેજો જપ્ત કરાયા.

એફસીઆઈ રેકોર્ડ, ઇથેનોલ ઉત્પાદન, વીજ વપરાશ, મશીનરી અને પરિવહનના ડેટાની ક્રોસ-ચેકિંગથી કૌભાંડના તાર વધુ દૂર સુધી પહોંચ્યા.

Tags:

AgricultureScamConsumerAwarenessEthanolFraudEthanolScamEthicalFarmingFoodFraudFoodSafetyFraudInvestigationGovernmentRiceGovernmentWatchdogInvestigativeReportingRiceScamScamAlertScamAwarenessScamExposed

Share Article

Other Articles

Previous

નેપાળ સરહદે ઝડપાયો ‘ભેદી’ અમેરિકન, કોઈ ગુપ્ત મિશન?: રહસ્યના તાણાવાણા

Next

આત્મનિર્ભરતાની વાતો વચ્ચે ચીનથી આયાતમાં 21.8 ટકાનો જંગી વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું
13 મિનિટutes પહેલા
ગાંધીનગરની નવી ઇ-બસ સેવા : એસી અને સીસીટીવીથી સજ્જ, સલામત અને આરામયદાયક મુસાફરી
14 મિનિટutes પહેલા
અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!
38 મિનિટutes પહેલા
વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ
42 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3269 Posts

Related Posts

‘આવતી કળાય માડી આવતી કળાય…’ PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે માતાજીને સમર્પિત ગરબો લખ્યો, જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વકફ બિલ સુધારા ખરડો લોકસભામાં રજૂ કરતા કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રીજિજુ
Breaking
2 વર્ષ પહેલા
નાના રોકાણકારો માટે શું સુવિધા આવશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટને 15 દિ’માં ચોખ્ખું કરી દેશે મનપા : કાંઈક તો વ્યાજબી ‘ફેંકો’ !!
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર