18 થી 22 સપ્ટેમ્બર સંસદનું વિશેષ સત્ર યોજાશે
સંસદીય બાબતોના મંત્રી જોશીએ કરી જાહેરાત, 10 ખરડા પસાર થશે
કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટર પર પોસ્ટ મૂકીને એવી માહિતી આપી હતી કે, સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી 5 બેઠકો સાથે બોલાવવામાં આવશે.
સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં મહત્વના 10 બિલ રજૂ કરવામાં આવશે. લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે સરકાર કેટલાક જરૂરી બિલ પસાર કરવા માંગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સત્રમાં 10 થી વધુ મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવશે. બિલને કારણે વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. પ્રહલાદ જોશીએ લખ્યું કે તેઓ અમૃતકાળ દરમિયાન સંસદમાં અર્થપૂર્ણ ચર્ચાની રાહ જોઈ રહ્યા છે.
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન મણિપુર હિંસા અંગે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. સરકારે ઘણા મહત્વના ખરડા પસાર કરાવ્યા હતા.