પ્રિયંકા ગાંધી સામે ભાજપની 41 એફઆઇઆર
એમપી સરકારમાં 50 ટકા કમિશનની સિસ્ટમના આરોપસર કાર્યવાહી,કમલનાથ સામે પણ એફઆઇઆર
મધ્ય પ્રદેશ સરકારમાં 50 ટકા કમિશનનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવો આરોપ મૂકવા બદલ ભાજપ દ્વારા રાજ્યમાં 41 જગ્યા પર કોંગી નેતા પ્રિયંકા ગાંધી અને કમલ નાથ સામે એફ આઈ આર દાખલ કરાવવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી શકે છે અને બંને પક્ષો વચ્ચે હવે કાનૂની જંગ ઘેરો બની શકે છે. એ જ રીતે કોંગી દ્વારા પણ ઉગ્ર જવાબ આપવામાં આવ્યો છે. કોંગી મહાસચિવ વેણુગોપાલે એમ કહ્યું છે કે બધા જ કોંગી નેતાઓ સામે અસંખ્ય ફરિયાદો કરાવો પણ અમે ભ્રષ્ટાચાર સામે બોલતા જ રહશું.
અમે આપ્રકારની હરકતોથી ડરી જવાના નથી. એમપીના કોંગી નેતા અરૂણ યાદવે એમ કહ્યું છે કે રાજ્યમાં 50 ટકા કમિશનખોરોની સરકાર કામ કરી રહી છે. અમે તેની સામે અવાજ ઊઠાવ્યો છે. પેહલા અમે ગોરાઓ સામે લડતા હતા હવે આલોકો સામે લડી રહ્યા છીએ.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ એવું નિવેદન આપ્યું છે કે ખૂદ કોન્ટ્રાકટરો એમ કહે છે 50 ટકા કમિશન પર જ કામ થાય છે અને ચૂકવણાં થાય છે તો પછી તેનાથી મોત પૂરાવા બીજા કયા હોય શકે.
