આંધ્રમાં નાયડુ સરકારના 45 દિવસના 36 રાજકીય હત્યા: જગન મોહન રેડ્ડી
- 24 મી એ દિલ્હીમાં ધરણા: હત્યાની કોશિશના 300 બનાવ: પોલીસ મુક પ્રેક્ષક હોવાનો આક્ષેપ
આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના 45 દિવસના શાસનમાં 36 રાજકીય હત્યાઓ થયો હોવાનો ભૂતપૂર્વ કે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો. ચંદ્રાબાબુ વેરભાવનાથી આ હિંસક કૃત્યો કરાવતા હોવાના રોષ સાથે તેમણે અગામી 24મી જુલાઈએ રાજધાની દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરવાની ઘોષણા કરી હતી.
એક ન્યુઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. રાજ્ય હિંસાની લપેટમાં સળગી રહ્યું છે. તેમણે વિગતો આપતા કહ્યું કે નાયડુ સરકારના પ્રથમ 45 દિવસમાં જ 36 રાજકીય હત્યાઓ થઈ છે. હત્યાની કોશિશ ના 300 બનાવ બન્યા છે અને ટીડીપીના ગુંડાઓએ વાયએસઆરપી ના નેતાઓ અને કાર્યકરોની 590 સંપત્તિઓનો નાશ કર્યો છે.
તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે પરાજય મેળવનાર જગન રેડ્ડીએ કહ્યું કે નાનામાં નાના ગામથી મોટા શહેરો સુધી વાયએસઆરપીના કાર્યકરો ઉપર ટીડીપીના કાર્યકરો ઉપર છાપરી હુમલા કરી રહ્યા છે. આ બધું સરકારના આશીર્વાદથી થઈ રહ્યું છે.અને આવી ઉઘાડી ગુંડાગીરી સામે પોલીસ મુખ પ્રેક્ષક બની રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે આ બાબતે રજૂઆત કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની પણ અપોઈન્ટમેન્ટ માંગી છે. તેમણે આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી હતી.
ચંદ્ર બાબુ નાયડુના પુત્ર સામે ગંભીર આક્ષેપ
જગન મોહ ને કહ્યું કે ટીડીપીના ગુંડાઓને સરકારનું રક્ષણ છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુના પુત્ર પાસે એક રેડ બુક છે જેમાં ક્યા નેતાઓ અને અધિકારીઓને નિશાન બનાવવા તેની યાદી છે તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આખું તંત્ર પડી ભાંગ્યું છે અને પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી.