350 કરોડ લીકરના વેચાણના છે:કોંગ્રેસ સાંસદનો ખુલાસો
- મળેલી રકમ સંયુક્ત પરિવારની હોવાનો બચાવ
ઝારખંડના કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુની કંપની બૌદ્ધ ડીસ્ટીલરી પ્રાઇવેટ લિમિટેડ તેમજ તેમના વ્યવસાય અને રહેણાકના સ્થળો પરથી મળી 350 કરોડ કરતાં વધુ રોકડ રકમ મળવાના કેસમાં તેમણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ રકમ તેમની એકલાની નથી પણ આખા પરિવારની છે. તેમણે વિશેષમાં કહ્યું કે ઇન્કમટેક્સ સે જપ્ત કરેલી રકમ લીકરના વેચાણની છે અને લિકર નું વેચાણ રોકડેથી થતું હોય છે.
ભારતના ઇતિહાસમાં કોઈપણ એક જ રેડમાં મળી હોય તેવી આ સૌથી વધારે રકમ છે. પણ સાહૂનું કહેવું એમ થાય છે કે તેમાં કાંઈ ગેરરીતે કે ગોલમાલ નથી.અને જરૂર પડ્યે પરિવારજનો ઇન્કમટેક્સ સમક્ષ સ્પષ્ટતા કરશે. તેમણે કહ્યું કે અમારી સો વર્ષ જૂની પેઢી છે. અમારું વિશાળ સંયુક્ત પરિવાર છે. છ ભાઈઓ અને તેમના બાળકો ધંધો સંભાળે છે. તેમણે બચાવ કરતા કહ્યું કે હું 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું અને પરિણામે ધંધામાં જાજુ ધ્યાન આપતો નથી. તેમણે એવો પણ ખુલાસો કર્યો કે લીકરના આ વ્યવસાયમાં તેમના અન્ય સંબંધીઓની કંપનીઓ પણ જોડાયેલી છે. આ બધી રકમ કંપનીઓની છે અને તેની સાથે કોંગ્રેસને કાય લાગતું વળગતું નથી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે બૌદ્ધ ડિસ્ટીલરી ના પરિસરમાંથી એક પણ રૂપિયો મળ્યો નથી.
નોંધનીય છે કે સાહુને ત્યાંથી આવડી વિક્રમ સર્જક મોટી રકમ મળ્યા બાદ ભાજપે કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. સ્વયં વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે કોંગ્રેસ ઉપર આક્રમક ટિપ્પણીઓ કરી હતી. તે પછી પ્રથમ વખત કોંગી સાંસદ સાહુએ ખુલાસો કરી અને જબ તો થયેલી રકમ સાથે કોંગ્રેસને કંઇ નિસબત ન હોવાનો બચાવ કર્યો છે.
