હોલસેલ મોંઘવારી ક્યાં પહોંચી ? જુઓ
શાકભાજી, ડુંગળી, બટેટા વગેરેના ભાવ વધી જતાં સ્થિતિ બગડી
દેશમાં હોલસેલ ફુગાવો ચિંતાજનક રહ્યો હતો. સરકારના અહેવાલ મુજબ માર્ચ માસમાં હોલસેલ મોંઘવારીનો દર થોડો વધી ગયો હતો. આ વધારા સાથે તે 0.53 ટકા પર પહોંચી ગયો હતો. જો કે થોડા દિવસો પહેલા આવેલા અહેવાલ મુજબ રિટેલ મોંઘવારીમાં ઘટાડો થયો હતો.
કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરાયેલા આંકડા મુજબ હોલસેલ મોંઘવારી એપ્રિલથી ઓકટોબર સુધી નેગેટિવ ઝોનમાં આવી ગઈ હતી. જ્યારે નવેમ્બરમાં 0.28 ટકા પર પોઝિટિવ થઈ ગઈ હતી. આમ તેમાં ઉતાર ચઢાવનો માહોલ બનેલો હતો.
હોલસેલ મોંઘવારીનો દર માર્ચમાં વધીને 0.53 ટકા થયો હતો પણ પાછલા મહિને 0.20 ટકા પર હતો. વાસ્તવમાં શાકભાજી, ડુંગળી, બટેટા અને કાચા તેલના ભાવમાં વધારો થયો હતો માટે હોલસેલ દર વધી ગયો છે. જો કે હવે આગળના સમયમાં સ્થિતિમાં થોડો સુધારો થવાની અપેક્ષા રખાઇ રહી છે.