Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

હવે એરપોર્ટ ઉપર મુકાશે ફૂલ બોડી સ્કેનિંગ, દિલ્હીથી થશે શરૂઆત

Sat, December 16 2023

CTX મશીનમાં સામાન સ્કેન થશે ત્યારે લેપટોપ અને પ્રવાહી પદાર્થો ચેક-ઈન બેગમાંથી કાઢવાની જરૂર નહીં રહે.

નવી દિલ્હી

શરીરમાં સામાન છુપાવીને લઈ જનારા લોકો હવે પકડાઈ જશે. અત્યાર સુધી દુનિયાના કેટલાક ગણતરીના એરપોર્ટ પર જ ફુલ બોડી સ્કેનર લાગેલા છે. ફુલ બોડી સ્કેનરથી શરીરમાં છુપાવવામાં આવેલા નોન-મેટલ ઓબ્જેક્ટ્સને પક઼ી શકાય છે. ફુલ બોડી સ્કેનર એવું ડિવાઈસ છે જેમાં વ્યક્તિને સ્પર્શ કર્યા વિના કે તેની પ્રાઈવસીનું ઉલ્લંઘન કર્યા વિના શરીરમાં છુપાવેલી વસ્તુઓને સરળતાથી પકડી શકાય છે. હવે આ પ્રકારનું મશીન દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લાગશે. આ ઉપરાંત કેબિન બેગ્સના સ્કેનિંગ માટે 3D કમ્પ્યૂટેડ ટોમોગ્રાફી એક્સ-રે મશીન પણ ઈન્સ્ટોલ કરવામાં આવશે. મે 2024થી દિલ્હી એરપોર્ટ પર આ બંને મશીનો જોવા મળશે.

દિલ્હી એરપોર્ટથી આ મશીન લગાવવાની શરૂઆત થઈ રહી છે અને અન્ય મોટા એરપોર્ટ પર પણ આ મશીનો લગાવાશે. ઉપરાંત ગ્રેટર નોઈડા અને નવી મુંબઈ જેવા નવા એરપોર્ટ્સ પર પણ સંચાલન શરૂ થયાના પહેલા જ દિવસથી આ મશીનો લગાવી દેવાશે. 3D CTX મશીનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. 3D CTX મશીન ઈન્સ્ટોલ થતાં સિક્યોરિટી ચેક-ઈન પોઈન્ટ પર લેપટોપ અને પ્રવાહી પદાર્થો બેગમાંથી કાઢીને ટ્રેમાં નહીં મૂકવા પડે. ઘણીવાર એરપોર્ટ પર આ વસ્તુઓ ટ્રેમાં મૂકવાની હોય છે ત્યારે ભીડના લીધે ટ્રે જલ્દી મળતી નથી અને ઊભા રહેવું પડે છે. એવામાં 3D CTX મશીન લાગી જતાં સિક્યોરિટી ચેક-ઈનની પ્રક્રિયા ઝડપી બનવાની અપેક્ષા છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં જ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)એ 31 ડિસેમ્બર 2023 સુધીમાં વાર્ષિક 50 લાખથી વધુ પેસેન્જરો ધરાવતા એરપોર્ટ પર CTX મશીન ઈન્સ્ટોલ કરવાના નિર્દેશ આપ્યા હતા. સાથે જ દર વર્ષે 1 કરોડથી વધુ પેસેન્જરોની અવરજવર ધરાવતા વિમાન મથકો પર બોડી સ્કેનર મશીન ઈન્સ્ટોલ કરવાનું સૂચન કર્યું હતું. પરંતુ આ મશીનોની સપ્લાય ચેઈન ધીમી હોવાથી, મશીનોના ઉત્પાદકોની ઢીલી કામગીરી અને એરપોર્ટ સંચાલકો તરફથી કેપેસિટીના ચોક્કસ આંકડા આપવામાં વિલંબ થતાં બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ બંને હાઈ-ટેક મશીનો ઈન્સ્ટોલ કરવાની તારીખ લંબાવી છે.

BCASના ડીજી ઝૂલ્ફીકાર હસને જણાવ્યું કે, “તમામ એરપોર્ટ માટે હવે સમાન ડેડલાઈન નહીં હોય. હવે અમે એરપોર્ટ પ્રમાણે ડેડલાઈન નક્કી કરીશું. દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સર્વપ્રથમ એરપોર્ટ હશે જ્યાં આ મશીનો મે 2024 સુધીમાં ઈન્સ્ટોલ થશે. ફેબ્રુઆરી 2024માં દિલ્હી એરપોર્ટ પર નવું ટર્મિનલ 1 ખુલ્લું મૂકાશે ત્યારે સૌથી પહેલા અહીં જ 3D CTX મશીન મૂકવામાં આવશે.”

IGIA પર ઉપયોગમાં લેવાયેલું CTX મશીન હાલમાં જ ટ્રાયલ માટે બેંગાલુરુ મોકલવામાં આવ્યું હતું. બેંગાલુરુમાં નવા ટર્મિનલ 2 પર પેસેન્જરોની હેન્ડબેગ ચેક કરવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મશીનની બેગેજ હેન્ડલિંગ કેપેસિટી કેટલી છે તેની ચકાસણી એરપોર્ટ સંચાલકો કરી રહ્યા છે, જેથી અંદાજો આવે કે આવા કેટલા મશીનો ઈન્સ્ટોલ કરવાની જરૂર પડશે.

દિલ્હી એરપોર્ટના સંચાલક નવા મશીનના સિક્યોરિટી લેઆઉટ કેવા હોવા જોઈએ તેનો અભ્યાસ કરી રહ્યા છે કારણકે હાલમાં ઉપયોગમાં લેવાતા 2D મશીન કરતાં 3D CTX મશીનની ફૂટપ્રિન્ટ વધુ છે. ચાલુ વર્ષની શરૂઆતમાં લંડન સિટી એરપોર્ટે 100 એમએલ સુધીના જ પીણાં લઈ જવાની મર્યાદા હટાવી લીધી હતી. CTX મશીન લાગ્યા બાદ હવે મુસાફરો 2 લીટર સુધી લિક્વિડ લઈ જઈ શકે છે. ઉપરાંત હેન્ડબેગમાંથી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ કાઢવાની જરૂર પણ નથી પડતી. જૂન 2024 સુધીમાં બધા જ એરપોર્ટ પર 3D CTX મશીન ઈન્સ્ટોલ કરવાની ડેડલાઈન યુકેમાં નક્કી કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

પાકની વધુ એક નાપાક હરકત, સીમા પાર લોન્ચ પેડમાં 250 થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના ફિરાકમાં, સેનાને એલર્ટ

Next

આત્મદાહ કરવાની પણ યોજના હતી, સંસદના ઘુસણખોર આરોપીઓએ કર્યો નવો ખુલાસો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અંજારમાં મહિલા ASIની હત્યા થતા પોલીસબેડામાં ખળભળાટ : ઉગ્ર ઝઘડો CRPFમાં ફરજ બજાવતા પ્રેમીએ જ ઢીમ ઢાળી દીધું
33 મિનિટutes પહેલા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?
1 કલાક પહેલા
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક : મહિલા વકીલ સામે આ મામલે નોંધાયો ગુનો
2 કલાક પહેલા
રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2268 Posts

Related Posts

આજથી વર્લ્ડકપમાં સુપર-૮ રાઉન્ડ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Yearly Horoscope 2025: મેષથી લઈને મીન રાશિના જાતકો માટે વર્ષ 2025 કેવું રહેશે, અહીં વાંચો તમારા નવા વર્ષનું સંપૂર્ણ રાશિભવિષ્ય
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટના ખેડૂત પાસેથી જમીન ખરીદી પાંચ શખસોએ કરી રૂ.૧.૯૬ કરોડની છેતરપિંડી
રાજકોટ
7 મહિના પહેલા
પાકિસ્તાનમાં બની હચમચાવતી ઘટના : યુવતીએ પ્રેમી સાથે મળીને પોતાના પરિવારના 13 લોકોને ભોજનમાં ઝેર આપી પતાવી દીધા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર