રાહુલને સંસદમાં જીવનદાન
સાંસદી બહાલ થઈ,લોકસભા સચિવાલયની મંજૂરી બાદ લોકસભામાં દેખાયા,કોંગી, ઈન્ડિયા ગઠબંધનને હાશકારો
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજા પર રોક બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અંતે સંસદમાં પ્રવેશ મળ્યો હતો અને આજે સવારે લોકસભા સચિવાલયે સાંસદી બહાલ કરતું જાહેરનામું બહાર પાડી દીધું હતું. 136 દિવસ બાદ રાહુલે સંસદમાં પ્રવેશ કર્યો હતો .
રાહુલે સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતીમાં સામે પ્રાર્થના કરી હતી અને ગઠ બંધન ઇંડિયા તેમજ કોંગીના લોકોએ એમનું સ્વાગત કર્યું હતું .
જો કે લોસભામાં રાહુલના પ્રવેશ સાથે જ માણીપૂર્ ના મુદ્દા પર વિપક્ષ દ્વારા ગોકીરો ચાલુ કરી દેવતા બંને ગૃહોની બેઠક મુલતવી રાખી દેવાઈ હતી . રાહુલના પ્રવેશ સાથે કોંગી પ્રમુખ ખડગેએ મીઠાઇ વહેંચી હતી અને કહ્યું હતું કે દેશના લોકોને રાહત મળી છે .
આ પેહલા સુપ્રીમ કોર્ટે રાહુલને આપાયેલી સજા સામે સ્ટે આપી દીધો હતો અને એમ કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ વધુ સજા કરવા અંગે કોઈ વ્યાજબી કારણો આપી શકી નથી .
દરમિયાનમાં આજે રાજ્યસભામાં દીલ્હી સેવા બિલ પણ રજૂ થવાનું છે અને તેના પર ચર્ચા થવાની છે . ત્યારબાદ તેના માટે મતદાન થશે. જો કે તે પેહલા વડા પ્રધાન ચર્ચાનો જવાબ આપશે .,