રાજસ્થાનમાં ગોગામેડીની હત્યા બાદ પોલીસે આરોપીઓ માટે કેટલું ઈનામ જાહેર કર્યું ?
પોલીસે 2 આરોપીઓના માથે રૂપિયા 5 લાખનું ઈનામ જાહેર કર્યું, સીટની રચના
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
રાજપૂત કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે તપાસ ઝડપી બનાવી છે. બંને આરોપીઓ પર રૂપિયા 5 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. એ જ રીતે તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. બીજી બાજુ આજે એટલે કે બુધવારે રાજસ્થાન બંધનું એલાન અપાયું હતું અને અનેક જગ્યાએ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યા હતા. જયપુર સહિત અનેક શહેરોમાં બજારો બંધ રહી હતી.
બંધના એલાનને પગલે જયપુરમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોને ગોઠવી દેવાયા હતા. દરમિયાનમાં પોલીસે હત્યારાઓ સાથે આવેલા નવીનના મોબાઈલથી વિગતો મેળવીને તથ્યો એકઠાં કર્યા છે. માહિતી અનુસાર હત્યાના આરોપી નવીનને તેમની સાથે ગોગામેડીના ઘરે લઈને ગયા હતા. નવીનના મોત બાદ પોલીસે તેના પરિવારથી જાણકારી લઈને કાર્યવાહી કરી છે.
ગોગામેડીની હત્યા મામલે પોલીસે જયપુરના ઝોટવાડાના રહેવાશી રોહિત રાઠોડની ધરપકડ કરી લીધી હતી જે મૂળરૂપે નાગૌરના મકરાણાનો વતની છે. જ્યારે હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાશી નિતિન ફૌજીની પણ ધરપકડ કરવામાં આવી છે.
બીજી બાજુ હત્યાકાંડના વિરોધમાં રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરાયું હતું આ બંધનું એલાન કરણી સેના દ્વારા અપાયું હતું જયપુર સહિત અનેક શહેરોમાં બજારો બંધ રહી હતી. જ્યારે જયપુરમાં તમામ વ્યાપારિક સંગઠનો બંધ રાખવાની જાહેરાત કરી હતી. જયપુર ઉપરાંત જૈસલમેર, બાડમેર, જોધપુર, ચુરુ, રાજસમંદમાં બંધ પાળવામાં આવ્યો હતો.