રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની કેવી રીતે થઈ હત્યા ? વાંચો
ઘરમાં ઘૂસીને 4 બદમાશો ગોળીબાર કરી ફરાર, સુરક્ષા ગાર્ડને પણ ગોળીઓ મારી, પહેલા લોરેન્સ બિશનોઈ ગેંગે ધમકી આપી હતી
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ચૂટણીના પરિણામો બાદ સન્સનાટીજનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. એમને તત્કાળ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તબીબોએ એમને મૃત જાહેર કર્યા હતા.
હત્યાની આ ઘટનાને લઈને રાજસ્થાન અને સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, તેમના ગનમેન નરેન્દ્રને પણ ગોળી મારવામાં આવી હતી. હુમલાખોરોએ ગોગામેડીને ચાર ગોળીઓ મારી હતી. આ ઘટના શ્યામ નગરમાં દાના પાની રેસ્ટોરન્ટની પાછળ ગોગામેડીના ઘરે જ બની હતી. પોલીસના કઠન મુજબ સ્કૂટી પર 4 બદમાશો આવ્યા હતા અને ઘરમાં ઘૂસીને ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસનું કહેવું છે કે, સુખદેવ સિંહ ગોગામેડી મંગળવાર બપોરે અંદાજિત 1:45 વાગ્યે શ્યામનગર જનપથ સ્થિત પોતાના ઘરની બહાર ઉભા હતા. આ દરમિયાન સ્કૂટર પર 4 હુમલાખોર આવ્યા હતા. તેમણે ગોગામેડી પર ફાયરિંગ કરી દીધું હતું.
દાવો છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ અગાઉ ધમકી આપી હતી. જેને લઈને સુખદેવ સિંહે જયપુર પોલીસને આવેદન આપ્યું હતું. જણાવાય રહ્યું છે કે, શ્યામ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.