મલ્લિકાર્જુન ખડગેને Zપ્લસ સુરક્ષા
નવી દિલ્હી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને ગૃહ મંત્રાલય તરફથી અર્ધલશ્કરી દળો દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. IBના થ્રેડ પર્સેપ્શન રિપોર્ટના આધારે CRPFની આ Z Plus શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા કોંગ્રેસ અધ્યક્ષને આપવામાં આવી છે. CRPFના કુલ 58 કમાન્ડો મલ્લિકાર્જુન ખડગેને 24 કલાક સુરક્ષા આપશે. કોંગ્રેસ અધ્યક્ષને દેશભરમાં Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.
Z Plus સુરક્ષામાં સામાન્ય રીતે 55 કર્મચારીઓ હોય છે, જેમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના કમાન્ડો અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. તમામ આધુનિક હથિયારોથી સજ્જ છે. ટીમનો દરેક સભ્ય માર્શલ આર્ટ અને નિઃશસ્ત્ર લડાઇ કૌશલ્યમાં નિષ્ણાત છે. દેશના 40 જેટલા VIPને Z Plus સુરક્ષા આપવામાં આવી છે.