મણિપુરના મુખ્યમંત્રી પદેથી બિરેન સિંહનું રાજીનામું : એક માસ પૂર્વે મણિપુર હિંસા મુદ્દે માફી માગી હતી
મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે રવિવાર સાંજે રાજ્યપાલને મળી પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.જ્યારે નવા મુખ્યમંત્રી અંગેનો નિર્ણય એક કે બે દિવસમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં 21 મહિનાથી ચાલી રહેલી હિંસાને કારણે બિરેન સિંહ ઘણા દબાણ હેઠળ હતા. વિપક્ષ પણ આ મુદ્દે એનડીએ પર સતત સવાલ ઉઠાવી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલે તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા માટે કહ્યું છે. મણિપુર ચૂંટણીમાં ભાજપની જીત બાદ, બિરેન સિંહે કેન્દ્રીય નેતૃત્વને આશ્ચર્યચકિત કરી દીધું છે.
સીએમ બિરેન સિંહે સચિવાલયમાં મીડિયા સાથેની ચર્ચા દરમિયાન કહ્યું કે ઘણા લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘણા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા. મને ખરેખર દિલગીરી છે. હું માફી માગું છું.મણિપુરમાં 3 મે 2023થી કુકી-મૈતેઈ સમુદાય વચ્ચે હિંસા ચાલુ છે. મૈતેઈ-કુકી સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળ્યાને 600થી વધુ દિવસ વીતી ગયા છે.ઉલ્લેખનીય છે કે, ગયા મહિનાથી રાજ્યમાં શાંતિ છે. હિંસાની કોઈ ઘટના બની ન હતી. છૂટાછવાયા દેખાવો માટે પણ લોકો રસ્તા પર ઉતર્યા ન હતા. સરકારી કચેરીઓ દરરોજ ખુલી રહી છે અને શાળાઓમાં બાળકોની સંખ્યા વધી રહી છે.
એક માસ પૂર્વે મણિપુર હિંસા પર માફી માગી હતી :
એક મહિના પહેલા મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યમાં થયેલી હિંસા અને તેમાં થયેલા જાનહાનિ બદલ માફી માંગી હતી. બિરેન સિંહે કહ્યું હતું કે આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. મને આ વાતનું ખૂબ દુઃખ છે. 3 મે, 2023થી આજ સુધી જે કંઈ બન્યું છે તેના માટે હું રાજ્યના લોકોની માફી માંગુ છું.