ભારત-કેનેડા વચ્ચે અમેરિકામાં મડાગાંઠ ઊકેલવા સિક્રેટ બેઠક
વિદેશ મંત્રી જયશંકર અને કેનેડીયન મંત્રી જોલી વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી મડાગાંઠ પડી છે. ભારત ઊપર કારણ વિનાના અને પૂરાવા વગર આરોપ મૂકીને વિવાદ જગાવનાર કેનેડા હવે ઢીલુંઢફ પડી ગયેલું દેખાય છે. ભારતના આક્રમક વલણ બાદ સમજૂતી માટે પ્રયાસો તેના દ્વારા શરૂ થયા છે અને તેના ભાગરૂપે બેઠકોની પ્રક્રિયા શરૂ પણ થઈ ગઈ છે.
અમેરિકામાં ભારત અને કેનેડાના વિદેશમંત્રીઓ વચ્ચે સિક્રેટ બેઠક મળી હોવાનું બહાર આવ્યું છે. વિદેશમંત્રી જયશંકર અને કેનેડાના વિદેશમંત્રી મિલેની જોલી ચર્ચામાં ગૂંથાયા હતા . બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર મસળતો થઈ હોવાનું માનવામાં આવે છે. જો કે ભારત કે કેનેડાના વિદેશ મંત્રાલય દ્વારા આવી કોઈ બેઠકની પુષ્ટિ કરાઇ નથી.
થોડા દિવસો પેહલા કેનેડાના વિદેશમંત્રીએ એમ કહ્યું હતું કે ભારત સાથેના પ્રશ્નો ઊકેલવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. ખાનગી રાહે પણ વિવાદનો અંત કરવાના પ્રયાસો ચાલુ છે. અમે ભારત સરકાર સાથે સતત સંપર્ક જાળવી રહ્યા છીએ.
એમણે એમ પણ કહ્યું હતું કે ચર્ચા થકી જ વિવાદ ઊકેલવા માટે કેનેડા તત્પર છે. જો કે અમેરિકાના ઇશારે આ બધુ થઈ રહ્યું છે કે કેમ તે બારામાં એમણે કોઈ સંકેત આપ્યો નહતો.