ભારતીય સમુદ્ર સીમામાં શું થયું ? જુઓ
ચીન,પાક.ની ખેર નથી : નેવીએ તૈનાત કર્યા ખતરનાક હથિયાર
અરબી સમુદ્રમાં 4 ડિસ્ટરોયર, 1 ફ્રીગેટ, પેટ્રોલ એરક્રાફ્ટ ગોઠવ્યા, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે બુલેટપ્રૂફ અરમાડો વ્હીકલ
વ્યાપારિક જહાજો પર વધેલા હુમલાને પગલે દેશની નૌકા સેનાએ અરબી સમુદ્રમાં સુરક્ષાના ઇન્તજામ વધુ સંગીન બનાવ્યા છે . જે મુજબ 4 ડિસ્ટરોયર , 1 ફ્રીગેટ અને 1 લાંબી રેંજનું પી -81 પેટ્રોલ એરક્રાફ્ટ તૈનાત કરી દેવાયા છે. પાકિસ્તાન અને ચીનના કોઈ પણ કારસ્તાનનો જડબાતોડ જવાબ આપવા માટે આ વ્યવસ્થા કરાઇ છે. તાજેતરમાં જ ભારતીય સમુદ્રી સીમામાં હુમલાના બનાવ બન્યા હતા અને તેને લઈને સરકાર તથા નેવી એક્શનમાં આવી ગાયા છે.
આ ઉપરાંત આતંકીઓનો સફાયો કરવા માટે જવાનોને ઘાતક હથિયાર મળ્યુ છે. 50 બુલેટપ્રૂફ અરમાડો વ્હિકલ ભારતીય સૈન્યમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક રાજૌરી અને પૂંછ જિલ્લામાં લશ્કરી વાહનો પર થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને 50 વધુ એડવાન્સ બુલેટ પ્રૂફ વ્હિકલ મોકલવામાં આવ્યા છે. તેનાથી સેનાના જવાનોને જંગલમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવામાં મદદ મળશે.
સરહદી જિલ્લા રાજૌરી અને પૂંછમાં એડવાન્સ બુલેટ પ્રૂફ અરમાડો વ્હિકલોની સંખ્યામાં વધારો થવાથી સેના હવે પહેલા કરતા વધુ સુરક્ષિત થઈ જશે. આ બુલેટ પ્રૂફ લાઈટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ ખાસ કરીને ભારતીય સશસ્ત્ર દળો માટે બનાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજૌરી અને પૂંછ જિલ્લામાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. આ કારણોસર બંને જિલ્લામાં સંરક્ષણ અને વહીવટી તંત્ર પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં રાજૌરી અને પૂંછમાં આવા વધુ વ્હિકલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજૌરી-પૂંછના જંગલ વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે જવાનો આ જ એડવાન્સ બુલેટપ્રૂફ અરમાડો વ્હિકલનો ઉપયોગ કરી રહ્યા છે જેથી આતંકવાદી હુમલા દરમિયાન નુકશાન ઓછું થાય.