ભારતમાં દર બે કલાકે એક ખેડૂતઅને ખેત મજુર આપઘાત કરે છે
વિતેલા વર્ષમાં આપઘાતના કુલ 1.70 લાખ બનાવ
મહિલા સામેના અત્યાચારના 4.45 લાખ
ગત વર્ષમાં ભારતમાં આગલા વર્ષની તુલનામાં ગુનાખોરી તેમજ આપઘાતની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રિપોર્ટ બ્યુરોએ વર્ષ 2022 માટે જાહેર કરેલા અહેવાલમાં જણાવવાનું સાર ગત વર્ષે ભારતમાં કુલ 170924 લોકોએ આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવી હતી. 2021 કરતાં આપઘાત ના પ્રમાણમાં 4.2% નો વધારો થયો હતો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2001 કરતા 2022 માં બાળકોના બાળકો સામેના ગુનામાં 8.7 ટકા વરિષ્ઠ નાગરિકો સામેના ગુનામાં 9.3% આર્થિક ગુનામાં 10.1% શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટાઈપ વિરુદ્ધના ગુનામાં અનુક્રમે 13.1 અને 11.3 ટકાનો તેમજ સાઇબર ક્રાઇમમાં 21 ટકાનો વધારો નોંધાયો હતો. આ અહેવાલ મુજબ ભારતમાં દર બે કલાકે એક ખેડૂત અથવા ખેત મજૂર આપઘાત કરતો હોવાનું સામે આવ્યું છે.કુલ આપઘાતમાં 31.7 ટકા ઘટના કૌટુંબિક વિખવાદને કારણે 4.8% બનાવો વ્યવહારિક જીવનના મધ્યને કારણે તેમજ 18.4% બનાવો બીમારી અને કારણે બન્યા હોવાનું ખુલ્યું છે. વિતેલા વર્ષમાં 48000 મહિલાઓએ આપઘાત કર્યા હતા.
મહિલા સામે અત્યાચારના ચાર લાખ 45 હજાર 256 ગુના નોંધાયા હતા. આગલા વર્ષ કરતાં તે ચાર ટકા વધારે છે. નોંધાયેલા કેસમાં 31.4 ટકા ઘટનાઓમાં મહિલાઓ તેમના પતિ અને પરિવારજનોની ક્રૂરતાનો ભોગ બની હતી. ફુલ બનાવવામાં 19.2% બનાવો અપહરણના તેમજ 18.7 ટકા બનાવો મહિલાની ગરિમાનું અપમાન થાય તેવા શારીરિક હુમલાઓનું હતું. દહેજ સંબંધી 13479 ગુના નોંધાયા હતા.
2022 માં કુલ 1,93,385 આર્થિક ગુના નોંધાયા હતા. 2021 ની તુલનામાં આર્થિક ગુનામાં 11.1% નો વધારો થયો છે. બાળકો સામેના ગુનામાં પણ 2021 કરતાં 8.4 ટકાનો વધારો નોંધાયો હતો. બાળકો સામે અત્યાચારના કુલ 1,62,449 કેસ થયા હતા. સૌથી મોટો વધારો સાયબર ક્રાઇમમાં 21 ટકાનો થયો હતો. સાઇબર ક્રાઇમને લગતા કુલ 65,893 કેસ નોંધાયા હતા.આ ઉપરાંતબઅનુસૂચિત જાતિ અને આદિ જતી વિરુદ્ધના ગુના ચિંતાજનક છે. અનુસૂચિત જાતિ સામે અત્યાચારના 57582 તેમજ આદિજાતિ સામેના અત્યાચારના 10, 064 ગુના બન્યા હતા.
બોક્સ
હૃદય રોગને કારણે મૃત્યુમાં મોટો વધારો
વિતેલા વર્ષમાં 56,653 લોકોના સડન ડેથ થયા હતા. તેમાં 32,410 લોકો હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુને પામ્યા હતા.એ અગાઉ 2020 માં હૃદય રોગના હુમલાને કારણે 28,579 અને 2021 માં 28,413 લોકો મૃત્યુ પામ્યા હતા.તેની તુલનામાં ગત વર્ષે ચાર હજાર જેટલા વધુ લોકોને હૃદય રોગનો હુમલો ભરખી ગયો હતો.
સૌથી વધારે આપઘાત ખેડૂતો
અને ખેત મજૂરોના
કુલ આપઘાતમાં 33% હિસ્સો ખેડૂતો, ખેત મજૂરો તથા રોજ બરોજનું કમાનાર વર્ગના લોકોનો છે. જોકે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડીસા, ઉત્તરાખંડ, ગોવા, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, ચંદીગઢ, દિલ્હી લક્ષદ્વીપ અને પૂદુચરીમાં ખેડૂત કે ખેત મજૂરના આપઘાતનો એક પણ કેસ નહોતો બન્યો.
આપઘાતમાં મહારાષ્ટ્ર મોખરે
મહારાષ્ટ્રમાં આપઘાતના 22,748 તામિલનાડુમાં 19,843 મધ્યપ્રદેશમાં 15,386 કર્ણાટકમાં 13,606 કેરાલામાં 10,162 અને તેલંગાણામાં 9,980 કેસ નોંધાયા હતા.2022 માં 12000 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો.
મહિલાઓ સામેના અત્યાચારમાં યુપી પ્રથમ ક્રમે
મહિલા સામે અત્યાચારના ઉત્તર પ્રદેશમાં 65,743 ગુના નોંધાયા હતા. એ શ્રેણીમાં મહારાષ્ટ્રમાં 45,337 રાજસ્થાનમાં 45 0 85 દિલ્હીમાં 14,158 મુંબઈમાં 6176 અને બેંગલુરુમાં 3924 ગુના નોંધાયા હતા.