ભારતનું વધુ એક કદમ સફળતાની તરફ : સૂર્ય મિશન આદિત્ય L-1 .. જુઓ લાઈવ
આજે ભારતની શાનમાં ફરી વધારો થયો છે અને ઇસરોએ આજે ફરી નવો ઇતિહાસ આલેખ્યો છે. શ્રીહરિકોટા લોન્ચિંગ સત્યક્ષણ પરથી સૂર્ય મિશન આદિત્ય એલ -1 સફળતાથી લોન્ચ થયું હતું.
16 દિવસ સુધી તે પૃથ્વીની કક્ષામાં રહ્યા બાદ સૂરજની નિકટ નિર્ધારિત સ્થળ લેગરેજ પોઈન્ટ પર પોહચી જશે. તે 1.5 મિલિયન કિમીની સફર કરશે.
પીએસ એલવી સી -7 ની મદદથી આદિત્યને પૃથ્વીથી રવાના કરાયુ હતું. ઇસરોએ એવી માહિતી આપી છે કે પૃથ્વીની કક્ષાથી બાહર ગયા બાદ તેનો ક્રૂઝ ફેસ શરૂ થશે. આદિત્યની કૂલ સફર 125 દિવસની રહશે.
ત્યારબાદ તેને યુટર્ન ની મદદથી એલ -1 પોઇન્ટના હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. અહી સુધી પોહચવામાં તેને ચાર માસનો સમય લાગશે.
જાન્યુઆરીના મધ્યમાં ભારતનું આ સન મિશન પોતાની સફર પૂરી કરશે. જો કે રિસર્ચનું કામ તો તે ફેબ્રુઆરીના અંત ભાગમાં જ શરૂ કરી શકશે.
ઇસરોની આ સફળતા બદલ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ ઇસરોને અભિનંદન પાઠવ્યા છે. ભારત સતત અવકાશ સિધ્ધિઓ હાંસલ કરી રહ્યું છે તેનો આનંદ છે.
સૂરજથી કેટલા અંતરે થશે રિસર્ચ ?
ભારતથી પૃથ્વીની દૂરી 150.96 મિલિયન કિમીની છે. આદિત્ય એલ -1ની સફર 1.5 મિલિયન કિમીની છે. એટલે કે ભારતનું આ સન મિશન પૃથ્વીથી સૂરજના અંતરના એક ટકા રસ્તો કાપ્યા બાદ રિસર્ચ શરૂ કરશે. સૂર્યની સૌથી બહારની સપાટી પર નિરીક્ષણ કરવા 7 પે લોડનો ઊપયોગ કરશે.
વડા પ્રધાન સાહિતનાએ ઇસરોને આપ્યા અભિનંદન
આજે ઇસરોએ ફરી એક કમાલ કરી છે અને આદિત્યનું લોન્ચિંગ કર્યું છે ત્યારે વડા પ્રધાન મોદી તેમજ અન્યાય મહાનુભાવોએ ઇસરોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. એમણે કહ્યું હતું કે ભારત સતત અવકાશી સિધ્ધિઓ હાંસલ કરી રહ્યું છે.
આદિત્યએ વીજળી બનાવવાણી શરૂઆત કરી
ઇસરોએ આજે એવી માહિતી આપી હતી કે લોન્ચિંગ સફળતાથી થયા બાદ આદિત્યએ કામ શરૂ કર્યું હતું અને વીજળી બનાવવાની શરૂઆત કરી હતી. તેની સોર પેનલે કામગીરી શરૂ કરી હતી. તેની કક્ષાને વધુ વિસ્તારવા પહલી અર્થબાઉંડ ફાયરિંગ 3 જી તારીખે એટલે આજે થશે.