ભારતની સમુદ્રી તાકાતને બેવડી કરતા નવા આયુધો!
ભારત ત્રણ દિશાઓથી સમુદ્રથી ઘેરાયેલો છે. અરબી સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળનો ખતરો રહે છે. પૂર્વ દિશામાં બંગાળના અખાતમાં અને આંદામાન નિકોબાર ટાપુ સુધી ચીની સૈન્યનો આતંક શરૂ થઈ ગયો છે. શ્રીલંકા અને માલદિવ્સ ટાપુ ઉપર પણ ચીની સૈન્ય તેનો પગદંડો જમાવી રહી છે. ભારતે ઉત્તર દિશામાં પાકિસ્તાન અને ચીન સરહદે તો દેશનું રક્ષણ કરવાનું જ છે. પણ ભારત સામુદ્રિક રસ્તાઓને પણ અવગણી શકે એમ નથી. હવે ઇન્ડિયન નેવીને મજબૂત કરવાનો સમય પાકી ગયો છે.
સમુદ્રના યુદ્ધો અલગ પ્રકારના હોય છે. સમુદ્રમાં પણ બે પ્રકારની લડાઈઓ હોય છે. એક લડાઈ પાણી ઉપર તરત યુદ્ધજહાજો વડે થાય છે. જેમાં એરક્રાફ્ટ કેરિયર એટલે કે વિમાનવાહક યુદ્ધજહાજ પણ આવી ગયા. બીજી લડાઈ સમુદ્રની અંદર થતી હોય છે. ગાઝી એટેક ફિલ્મ જેમણે જોઈ હશે એમને ખ્યાલ હશે કે સમુદ્રની અંદર કંઈ રીતે યુદ્ધના દાવપેચ ખેલાતા હોય. ઇન્ડીયન નેવીની આ બંને બાજુઓ તગડી જોવી જોઈએ. તો જ ખંધા ચીન અને મરણિયા થયેલા પાકિસ્તાન સામે આપણી સામુદ્રિક સરહદો સુરક્ષિત રહે.
ભારત સરકારે તાજેતરમાં ભારતીય નૌકાદળને 26 નવા મરીન રાફેલ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 ફ્રેન્ચ ડિઝાઇનવાળી સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી.
ભારતીય નૌકાદળની તાકાત ટૂંક સમયમાં વધુ વધવાની છે. નેવીના કાફલામાં 26 નવા નેવી રાફેલનો સમાવેશ કરવામાં આવશે. ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 ફ્રેન્ચ ડિઝાઇનવાળી સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી છે. ભારતીય વાયુસેના માટે ફ્રાન્સ પાસેથી 36 રાફેલની ખરીદી કરવામાં આવી ચુકી છે.
રાફેલ મેરીટાઇમ કોમ્બેટ એરક્રાફ્ટ એ રાફેલ ફાઇટર જેટનું નેવલ વર્ઝન છે, જેમાંથી 36 ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત છે. આ રાફેલ જેટ ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યા છે. રાફેલ ટ્વીન એન્જિન, મલ્ટીરોલ ફાઇટર જેટ્સ છે જે એર-ટુ-એર મિસાઇલ્સ, હેમર એર-ટુ-સર્ફેસ સ્માર્ટ વેપન સિસ્ટમ, SCALP ક્રૂઝ મિસાઇલ્સ સહિત નવીન શસ્ત્ર પ્રણાલીઓથી સજ્જ છે.
આ રાફેલ જેટ ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યા છે. રાફેલ ટ્વીન એન્જિન, મલ્ટીરોલ ફાઇટર જેટ્સ છે જે એર-ટુ-એર મિસાઇલ્સ, હેમર એર-ટુ-સર્ફેસ સ્માર્ટ વેપન સિસ્ટમ, SCALP ક્રૂઝ મિસાઇલ્સ સહિત નવીન શસ્ત્ર પ્રણાલીઓથી સજ્જ છે. આ જેટ્સ તેમના લક્ષ્યોને સરળતાથી શોધવા, ટ્રેકિંગ કરવા અને હુમલો કરવામાં સક્ષમ છે. જેના માટે તેમાં આધુનિક સેન્સર અને રડાર પણ લગાવવામાં આવ્યા છે. આ જેટ્સ ઉચ્ચ પેલોડ પણ લઈ શકે છે.
ફ્રેન્ચ ફર્મ સફરનના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટ કેરિયર લેન્ડિંગ અને કેટપલ્ટિંગની મુશ્કેલ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે નેવી વર્ઝન પર નાક અને મુખ્ય લેન્ડિંગ ગિયરને મજબૂત બનાવવામાં આવ્યા છે. એરક્રાફ્ટનું આ નૌકાદળ વર્ઝન શસ્ત્રોની વિશાળ શ્રેણીનું વહન કરી શકે છે, જેમાં એન્ટિ-શિપ મિસાઇલ્સ અને એર-ટુ-સર્ફેસ મિસાઇલ્સ અને દરિયાઇ કામગીરી માટે રડારનો સમાવેશ થાય છે.
નૌકાદળ હાલમાં તેના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યથી MiG-29Kનું સંચાલન કરે છે. રશિયન મિગ-29K એ કેરિયર-આધારિત મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે અને તે અવાજની બમણી ઝડપ (લગભગ 2,000 kmph)ની મહત્તમ ઝડપે પહોંચી શકે છે અને 65,000 ફૂટથી વધુની ઊંચાઈએ ચઢી શકે છે.
તે અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલીઓથી સજ્જ છે અને હવા, સમુદ્ર અથવા જમીનમાં તેના લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે. નૌકાદળના જણાવ્યા અનુસાર, નવીનતમ એવિઓનિક્સ શસ્ત્રોની શ્રેણીમાં ડેટા લિંક ક્ષમતાઓ સાથે “વાસ્તવિક પાવર પ્રોજેક્શન”ને સક્ષમ કરે છે અને તેની એર-ટુ-એર રિફ્યુઅલિંગ ક્ષમતા તેની રેન્જમાં મોટું વિસ્તરણ પૂરું પાડે છે.
રાફેલ-એમની ડિઝાઇન રાફેલથી થોડી અલગ છે. રાફેલ મરીનનું કદ રાફેલ કરતા નાનું છે. આ એરક્રાફ્ટને ખાસ કરીને એરક્રાફ્ટ કેરિયર માટે તૈયાર કરવામાં આવ્યું છે. યુદ્ધ જહાજ પર વિમાનોનું ઉતરાણ ખૂબ પ્રભાવશાળી હોવું જોઈએ. એરક્રાફ્ટના લેન્ડિંગ ગિયર અને એર ફ્રેમને પણ વધુ પાવરફુલ બનાવવામાં આવ્યા છે જેથી રાફેલ મરીન સરળતાથી એરક્રાફ્ટ કેરિયર પર ઉતરી શકે. આ વિમાનની ફોલ્ડિંગ પાંખો પણ ઘણી મજબૂત છે.
રાફેલ-એમ એક મિનિટમાં 18 હજાર મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. આ વિમાન પાકિસ્તાન સાથેના F-16 અથવા ચીન સાથેના J-20 કરતાં ઘણું સારું છે. આ વિમાનની લડાયક ત્રિજ્યા 3700 કિમી છે. તે તેના ઉડતા સ્થળથી કોઈપણ અંતરે હુમલો કરી શકે છે અને પરત ફરી શકે છે. રાફેલની જેમ આ વિમાનમાં પણ હવામાં જ ઈંધણ ભરવાની ક્ષમતા છે.
ડસોલ્ટ એવિએશન અનુસાર, રાફેલનું ઉત્પાદન ફ્રાન્સના પરમાણુ પ્રતિરોધના મુખ્ય ઘટકોમાંથી એક છે. આ એવું શસ્ત્ર છે જેમાં પરમાણુ ઊર્જાનો ઉપયોગ થતો નથી છતાં પણ મારકણું શસ્ત્ર છે.
તેમાં ઉમેર્યું હતું કે 2022 ના અંત સુધીમાં, ફ્રાન્સે ગ્રીસને વેચેલા વિમાનોની ભરપાઈ કરવા માટે 12 વિમાન સહિત કુલ 192 રાફેલનો ઓર્ડર આપ્યો હતો; તેમાંથી 153ની ડિલિવરી થઈ ચૂકી છે.