ભાજપ શેનો શ્રેય લે છે ? તાળા તો રાજીવ ગાંધીએ ખોલ્યા હતા : રામ મંદિર મુદ્દે કમલનાથે વિવાદ છેડ્યો
પાંચ રાજ્યો અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફરી એક વખત રામ મંદિર પ્રચારમાં કેન્દ્રસ્થાને આવી ગયું છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે તાજેતરમાં કરેલા એક નિવેદનને કારણે વિવાદ ઊભો થયો છે.
કમલનાથે કહ્યું કે વિવાદાસ્પદ બાબરી મસ્જિદ પરિષદમાં 1986 માં રાજીવ ગાંધીએ તાળા ખોલ્યા હતા જેથી હિન્દુઓ રામ ભગવાનની પૂજા કરી શકે. તેમણે કહ્યું કે ભાજપને રામ મંદિરનો શ્રેય લેવાનો કોઈ અધિકાર નથી. રામ મંદિર એક કોઈ પક્ષની મિલકત નથી. રામ મંદિર તો આખા દેશનું છે.
તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. અસાઉદ્દીન ઓવેસી કહ્યું કે 1986 માં રાહુલ ગાંધીના પિતા વડાપ્રધાન હતા. કમલ નાથે કરેલા નિવેદનનો હવાલો આપી તેમણે કહ્યું કે કોંગ્રેસ તો આરએસએસની પણ માતા છે. કોંગ્રેસનો સાચો ચહેરો સામે આવી ગયો છે.
ભાજપનો પલટ વાર
ગૃહ મંત્રી અમિત શાહ એ કહ્યું કે ભાજપે કોઈ શ્રેય લીધો નથી. અમે તો લોકોને સાથે લઈને ચાલીએ છીએ. રાજીવ ગાંધીને કયા આધારે કમલ નાથ શ્રેય આપી રહ્યા છે તેવો સવાલ તેમણે કર્યો. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું કે આ દિવસોમાં ચૂંટણીવાદી હિન્દુઓ મધ્યપ્રદેશમાં ઘૂમી રહ્યા છે. કેટલાક હનુમાનજીના ભક્ત બની ગયા છે તો કેટલાક હિંદુ ધર્મની વાત કરવા લાગ્યા છે. સોનિયા ગાંધી,રાહુલ કે પ્રિયંકાએ ક્યારે અયોધ્યા ની મુલાકાત લીધી ? તેવો પ્રશ્ન કરીને તેમણે કહ્યું કે સવાલ એ છે કે તમે હિન્દુ છો કે નહીં?