ભાજપ દ્વારા શેની કરાઇ જાહેરાત ? વાંચો
નિર્મલા સંયોજક, ગુજરાતનાં ભૂપેન્દ્ર પટેલ સહિત 27 સભ્યના નામની જાહેરાત
લોકસભા ચુંટણી માટે ચુંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી અને રવિવારે પાર્ટી દ્વારા ઢંઢેરા સમિતિનું એલાન કરવામાં આવ્યું હતું. આ સમિતિના પ્રમુખ રાજનાથ સિંઘને બનાવાયા છે અને નિર્મલા સિતારમનને સંયોજક બનાવાયા છે. જ્યારે પિયુષ ગોયલ સહ સંયોજક છે. 2024 ના રણમાં મિશન 400 પારનું લક્ષ્ય પામવા માટે પાર્ટી એક્શન મોડમાં છે. ભાજપના પ્રમુખ જે. પી. નડા દ્વારા રવિવારે સમિતિનું એલાન કરાયું હતું.
વડાપ્રધાન મોદીના સર્વકક્ષેત્રિય વિકાસના અભિયાનને જારી રાખવાના સંકલ્પનો ઢંઢેરામાં પડઘો પડશે તેમ માનવામાં આવે છે. ઢંઢેરો આ વખતે અલગ જ પ્રકારનો અને વિકાસની નવી દિશાના વચન સાથેનો હશે તેવો સંકેત પાર્ટીના વર્તુળોએ આપ્યો હતો.
રવિવારે ઢંઢેરા સમિતિના કૂલ 27 સભ્યોની જાહેરાત કરાઇ હતી જેમાં ગુજરાતથી ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ કરાયો છે. આ પહેલા ઉમેદવારોના નામોની જાહેરાત કરાઇ હતી અને હવે ઢંઢેરા સમિતિ પણ જાહેર કરી દેવાઈ છે.
સમિતિના અન્ય સભ્યોમાં અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે, અર્જુનરામ મેઘવાલ, અશ્વિની વૈષ્ણવ, મોહન યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ, રવિશંકર પ્રસાદ,સુશીલ મોદી, કિરણ રિજીજુ, ધર્મેન્દ્ર પ્રધાન, વિષણુદેવ સાય વગેરેનો સમાવેશ થાય છે.
