ભાજપને દક્ષિણ ભારતમાં કેવો મળ્યો ટેકો ? જુઓ
ભાજપ લોકસભાની 6 બેઠકો અને ટીડીપી 16 બેઠકો પર લડશે
દક્ષિણ ભારતમાં પોતાનો પાયો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહેલા ભાજપને મોટી સફળતા મળી ગઈ હતી. ભાજપે આંધ્ર પ્રદેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી સાથે ચુંટણી ગઠબંધન કરી લીધું હતું. આ માટેની વાતચીત સફળ રહી હતી તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
લોકસભા ચુંટણી માટે થયેલી આ સમજૂતી મુજબ ભાજપ લોકસભાની 6 બેઠકો પર અને વિધાનસભાની 20 બેઠકો પર પોતાના ઉમેદવારો લડાવશે જ્યારે ટીડીપી લોકસભાની 16 બેઠકો પર લડશે અને 3 બેઠકો જનસેનાને આપવામાં આવશે. આ માટેની વાતચીત લાંબા સમયથી ચાલી રહી હતી.
ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ અને ભાજપના ટોચના નેતાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી બેઠકો ચાલી રહી હતી. દક્ષિણ ભારતમાં ભાજપ પોતાના પગ મજબૂત કરવા માટે ત્યાંની સ્થાનિક પાર્ટીઓ સાથે આગળ વધવા માંગે છે અને આ પ્રયાસમાં સફળતા મળી ગઈ હતી. ટીડીપી સાથે જોડાણને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
આ ઉપરાંત ભાજપે દક્ષિણ ભારતના સ્ટાર પવન કલ્યાણ સાથે પણ છૂટણીની સમજૂતી કરી રાખી છે અને આમ દક્ષિણ ભારતમાં નબળાઈ દૂર કરવા માટે રાજકીય વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે લોકસભાની ચુંટણીમાં ખૂબ જ સહાયક બનશે.