નાણાકીય તંગી દૂર કરવા કોંગ્રેસે કેવો રસ્તો અપનાવ્યો ? જુઓ
- ફંડ કોની પાસેથી લેશે ?
- ક્યારથી અભિયાન શરૂ થશે ?
દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ નાણાકીય તંગીનો સામનો કરી રહી છે. ચૂંટણી લડવા માટે પાર્ટીને રૂપિયાની જરૂર પડી છે. એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માગી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ‘ડોનેટ ફોર દેશ’ અભિયાન ચલાવવાની જાણકારી આપી હતી.
આ અભિયાન એક ક્રાઉડ ફન્ડિંગ અભિયાન છે. તેની શરૂઆત 18 ડિસેમ્બરથી શરૂ થશે. વેણુગોપાલે દાવો કર્યો કે આ સૌથી મોટું ક્રાઉડફન્ડિંગ અભિયાન હશે. એમણે કહ્યું કે કોંગ્રેસને તેના ઓનલાઈન ક્રાઉડ ફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશને લોન્ચ કરવાની જાહેરાત કરતાં ગર્વ થાય છે.
આ પગલું 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. આ અભિયાનને સત્તાવાર રીતે 18 ડિસેમ્બરે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ દ્વારા શરૂ કરાશે. અમે આ અભિયાન માટે અમારા રાજ્ય સ્તરના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ડીસીસી અધ્યક્ષો, પીસીસી અધ્યક્ષો અને એઆઈસીસીને પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક પદાધિકારીએ ઓછામાં ઓછા 1380 રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે.