નવું સંસદ ભવન મોદી મલ્ટિપ્લેક્સ જેવુ
કોંગીના જયરામ રમેશની ટિપ્પણી, અનેક ખામીઓ ગણાવી, ભાજપે કહ્યું કોંગીની માનસિકતા એવી જ છે
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
નવા સંસદ ભવન અંગે હવે રાજકીય લડાઈની શરૂઆત થઈ છે અને કોંગ્રેસે નવી સંસદની ટીકા કરી છે તો તેની સામે ભાજપના પ્રમુખે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતાએ જૂની સંસદની સરખામણીમાં નવી સંસદની ડિઝાઈનમાં અનેક ખામીઓ હોવાનો દાવો કર્યો છે.
પાર્ટી મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, જૂની સંસદની સરખામણીમાં નવી સંસદમાં ન તો સભ્યો વચ્ચે વાતચીત અને આદાનપ્રદાન માટે જગ્યા છે અને ન તો કર્મચારીઓને કામ કરવાની સુવિધા મળી રહી છે.
તેમણે એમ પણ કહ્યું કે, 2024માં સરકાર બદલાયા નવી સંસદ ભવનના ઉપયોગનો શ્રેષ્ઠ રસ્તો શોધવામાં આવશે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, જે રીતે નવી સંસદ ભવનનું ઉદઘાટન મોટા પ્રચાર પ્રસાર સાથે કરવામાં આવ્યું હતું તે પીએમ મોદીના ઉદ્દેશ્યને સાકાર કરનારું છે. નવી સંસદને ‘મોદી મલ્ટી કોમ્પ્લેક્સ’ અથવા ‘મોદી મેરિયટ’ કહેવું જોઈએ. 4 દિવસની કાર્યવાહી બાદ મેં જોયું છે કે સંસદમાં એકબીજા સાથે સંવાદની જગ્યા નથી બચી. એવી સંસદ કે, બંને સદનો અને પરિસરમાં છે.
જયરામ રમેશે કહ્યું કે, જો આર્કિટેક્ચર લોકતંત્રને મારી શકે છે તો પીએમ મોદીઓ લખ્યા વગર સંવિધાનને ખતમ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. નવી સંસદમાં સભ્યો વચ્ચેના અંતરનો દાવો કરતા રમેશે કહ્યું કે, અહીં બેઠેલા સભ્યોને એકબીજાને જોવા માટે દૂરબીનની જરૂર પડે છે કારણ કે હોલ બિલકુલ પણ આરામદાયક નથી.
જૂની સંસદ ભવનનો ઉલ્લેખ કરતા જયરામ રમેશે કહ્યું કે, જૂની સંસદમાં પોતાની એક અલગ જ સુંદરતા હતી. ત્યાં સભ્યો વચ્ચે સંવાદની સુવિધા પણ હતી. બંને સદનો સેન્ટ્રલ હોલ અથવા સંસદના કોરિડોરમાં ફરવું પણ સરળ હતું. નવી સંસદ આ જોડાણને ખતમ કરે છે.