દુશ્મનોની ખેર નથી, ભારતે સુપરસોનિક બ્રાહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું કર્યું પરીક્ષણ
એરફોર્સની મોટી સફળતા, મિસાઇલ હવામાં પણ રસ્તો બદલી શકે છે
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ભારતે પોતાની સૌથી ખતરનાક સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસની સપાટીથી સપાટી પરના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ભારતીય વાયુસેનાએ હાલમાં જ પૂર્વી સમુદ્રી તટ દ્વીપસમૂહ પાસે કર્યું છે. તેને લઈને ઈન્ડિયન એરફોર્સે X પર માહિતી આપી હતી.
X પોસ્ટ પર ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે મિસાઈલ ફાયર સફળ રહ્યું છે અને મિશને પોતાના તમામ લક્ષ્ય હાંસલ કરી લીધાં છે.
થોડા મહિનાઓ પહેલાં પણ ઈન્ડિયન નેવીનાં ડિકમીશીન્ડ જહાજ પર બ્રહ્મોસ મિસાઈલથી લાઈવ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર પોતાની ટેક્નિકલ મિસાઈલોની રેન્જ વધારવામાં મહેનત કરી રહી છે. ભારતીય વાયુસેનાનાં 40 સુખોઈ-30 MKI ફાઈટર જેટ પર બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલો તૈનાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સંપૂર્ણપણે ભારતમાં વિકસિત કરવામાં આવી છે. તેમાં રેમજેટ એન્જિન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનિક મિસાઈલને વધુ ઘાતકી બનાવે છે સાથે ગતિ અને સટિકતા પણ પ્રદાન કરે છે. આ મિસાઈલ હવામાં પણ રસ્તો બદલી શકે છે. સરળતાથી ટારગેટને ધ્વંસ્ત કરી શકવાની ક્ષમતા ધરાવે છે.