દારૂનીતિ બાદ હવે કેજરીવાલ સરકાર પર દવા કૌભાંડનો ગંભીર આરોપ
- CBI તપાસનો લેફ્ટનન્ટ ગવર્નરનો આદેશ
- સરકારી હોસ્પિટલમાં દવાઓની ખરીદીમાં નિયમોનો ભંગ કરવાનો આરોપ
નવી દિલ્હી
દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં AAPના અનેક નેતાઓ સામે કાર્યવાહી બાદ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા વધુ એક ગંભીર કેસમાં CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલો સરકારી હોસ્પિટલમાં દવાઓની ખરીદી સાથે સંબંધિત છે જેમાં નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
દિલ્હીની સરકારી હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓમાં ગેરરીતિ મળી આવતા લેફ્ટનન્ટ ગવર્નરે CBI તપાસના આદેશ આપ્યા છે. એવો આરોપ છે કે, આ હોસ્પિટલો દવાઓ ખરીદવામાં બેદરકારી દાખવતા હતા અને તેઓ સરકારી અને ખાનગી લેબમાં ટેસ્ટિંગમાં નિષ્ફળ હોવાનું જણાયું હતું.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર દિલ્હીના LC વીકે સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખીને કાર્યવાહી કરવા જણાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે આ દવાઓનું સરકારી અને ખાનગી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે તે નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતી નહોતી, જેના પછી પરીક્ષણનો આદેશ આપવામાં આવ્યો છે.