તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પર્યટન વિભાગને ઇ મેઇલ પર ધમકી મળી હતી;તપાસમાં કઈ મળ્યું નથી
આગ્રાના તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના કારણે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક અજાણ્યા વ્યક્તિએ મેલ દ્વારા તાજમહેલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેના પછી પ્રશાસન તરત જ એક્શનમાં આવ્યું હતું.
તાજ સિક્યોરિટીના એસીપી સઈદ અરીબ અહેમદે આ સંદર્ભમાં કહ્યું છે કે, પર્યટન વિભાગને એક ઈમેલ મળ્યો હતો. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. હજુ તપાસ ચાલુ છે.
પીટીઆઈને માહિતી આપતા સઈદ અહેમદે તો ત્યાં સુધી કહ્યું કે ઈમેલ મુજબ હજુ સુધી આવું કોઈ ઇનપુટ મળ્યું નથી. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, સર્ચ ડોગ્સ અને અન્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ખબરને પગલે પ્રીતકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો. અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ હતી.