ત્રાસવાદી સંગઠન ISના ટોચના નેતા અબુ અલ-હુસૈનનો ખાત્મો
બૈરૂત તા.4 : દુનિયાનાં સૌથી ખતરનાક ગણાતા આતંકવાદી સંગઠન ઈસ્લામીક સ્ટેટ (આઈએસ)નો ટોચનો નેતા અબુ અલ-હુસૈન અલ હુસૈની ચાલ કુરૈશી સીરીયામાં અથડામણમાં ઠાર થયો છે. ઉતર પશ્ચીમી સીરીયામાં કટ્ટરવાદી સંગઠન હયાત તહરીર અલ-શામનાં વિદ્રોહીઓ સાથેની સીધી અથડામણમાં આઈએસનો ટોચનો નેતા અબુ અલ હુસૈન હણાયો હતો. આઈએસનાં પ્રવકતાએ જ આ વાતની પુષ્ટિ કરી હતી. આઈએસમાં પાંચમા નંબરનુ સ્થાન ધરાવતા અબુ અલ હુસૈનનાં સ્થાને હવે અબી હાસનની નીમણુંક કરવામાં આવી છે.
