ટ્રક -ટેક્સીચાલકો માટે વડાપ્રધાને શું કરી જાહેરાત ? વાંચો
વડાપ્રધાન મોદીની જાહેરાત, ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું કે દેશનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને સમાજના શ્રમિક વર્ગ માટે સરકાર કામ કરી રહી છે અને હવે વધુ એક યોજના બની રહી છે જે મુજબ દેશના ટ્રક અને ટેક્સી ચાલકોને ઘણો લાભ મળશે.
એમણે એવી જાહેરાત કરી હતી કે આગામી સમયમાં દેશના રાજમાર્ગોના કિનારે ટ્રક અને ટેક્સીચાલકો માટે વિશ્રામ ગૃહ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને એમના જીવનને વધુ આરામદાયક બનાવવામાં આવશે. 1000 જેટલા આધુનિક વિશ્રામ ગૃહ બનશે.
દીલ્હી ખાતે મોબોલિટી વૈશ્વિક પ્રદર્શન સમારોહમાં કહ્યું હતું કે તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પર ચાલકો માટે ભોજન, શુધ્ધ પાણી,શૌચાલય,પાર્કિંગ અને વિશ્રામ ગૃહની સુવિધા ઊભી કરાશે અને આ માટે કામ ચાલી રહ્યું છે. ટૂક સમયમાં જ તેની સમગ્ર રૂપરેખા જાહેર કરવામાં આવશે.
આ તકે એમણે એમ પણ કહ્યું હતું કે અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં દેશનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજું સૌથી મોટું બની જશે તેમાં કોઈ શંકા નથી. સરકાર સમાજના દરેક વર્ગ માટે એમના કલ્યાણ અને સુવિધા માટે તબક્કાવાર કામ કરી રહી છે અને યોજનાઓ જાહેર થઈ રહી છે. પાછલા 10 વર્ષોમાં અમારી સરકારે બધા જ વર્ગોને સંતોષ આપવા માટે અનેક કામ કર્યા છે.