ટેકનિકલ ખામીને કારણે ઇન્ડિગો એરલાઇન્સની સેવાઓ ખોરવાઈ
ઇન્ડિગો એરલાઇન્સની કમ્પ્યૂટર સિસ્ટમમાં તકનિકી ખામી સર્જાતા દેશભરમાં તેની કેટલીક સેવાઓ ખોરવાઈ ગઈ હતા.એરલાઇન્સના જણાવ્યા અનુસાર આ ક્ષતિને કારણે શુક્રવારની બુકિંગ સેવા ઠપ્પ થઈ ગઈ હતી.કમ્પ્યૂટરો ધીમા પડી જતાં ચેક ઈન માટે લોકોને કલાકો સુધી કતારોમાં ઊભું રહેવું પડ્યું હતું.શનિવારે બપોરે 1.5 વાગ્યે બુકિંગ સર્વિસ યથાવત કરવામાં સફળતા મળી હતી પણ કમ્પ્યૂટર સિસ્ટમ ડાઉન રહેતા વેબ સાઈટ ઉપર ટિકિટ બુકિંગ ઠપ્પ થઈ ગયું હતું.દેશભરના એર પોર્ટ ઉપર આ કારણે ઇન્ડિગો ના પ્રવાસીઓ હાલાકીનો ભોગ બન્યા હતા.