જિયોના બે પ્લાનમાં ફ્રી નેટફ્લિક્સ અને 252 GB સુધીનો ડેટા ઉપલબ્ધ
રિલાયન્સ જિયોએ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન સતત તેના ગ્રાહકો માટે નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. ખાસ વાત એ છે કે Reliance Jioના આ પ્રીપેડ પ્લાન્સમાં કંપની Netflix, Disney+ Hotstar, Sony Liv, Zee5, JioSaavn જેવા OTT પ્લેટફોર્મનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. રિલાયન્સ જિયોના આ બે પ્રીપેડ પ્લાનની કિંમત 1499 રૂપિયા અને 1099 રૂપિયા છે.
1499 રૂપિયાનો રિલાયન્સ જિયો એન્ટરટેઈનમેન્ટ પ્લાન
રિલાયન્સ જિયોના 1499 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ રિચાર્જ પેકમાં દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે. Jioના આ પ્લાનમાં કુલ 252 GB ડેટા ઉપલબ્ધ છે. રિલાયન્સ જિયોના આ પેકમાં, દૈનિક ડેટા ખતમ થયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.
1099 રૂપિયાનો રિલાયન્સ જિયો એન્ટરટેઈનમેન્ટ પ્લાન
રિલાયન્સ જિયોના 1099 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ રિચાર્જ પેકમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. ગ્રાહકો આ પ્લાનમાં કુલ 168 જીબી ડેટાનો લાભ મેળવી શકે છે. દૈનિક ડેટા ખતમ થયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.
રિલાયન્સ જિયોના આ પેકમાં અનલિમિટેડ વોઈસ કોલની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ પેકમાં દરરોજ 100 SMS પણ ફ્રી આપવામાં આવે છે.