ગૌમૂત્ર રાજ્ય બોલીને ફસાયા બાદ ડીએમકેના સાંસદે શું કહ્યું ? વાંચો
લોકસભામાં ભાજપની જીત અંગે વિવાદિત નિવેદનની ટીકા બાદ ભૂલ સમજાઈ
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
ડીએમકે સાંસદ સેંથિલ કુમાર એસએ સંસદમાં કરેલી પોતાની ‘ગૌમૂત્ર’ વાળી ટિપ્પણી પર ખેદ વ્યક્ત કરતા પોતાનું નિવેદન પાછું ખેંચ્યુ છે. હિન્દી પટ્ટીના રાજ્યો વિરુદ્ધ ગૌમૂત્રની ટિપ્પણી પર તેમણે માફી માંગતા કહ્યું કે, “મારાથી ભૂલથી આ નિવેદન અપાઈ ગયું. જો તેનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે તો હું મારું નિવેદન પાછું ખેંચુ છું.
તેમણે આગળ કહ્યું કે, મારા દ્વારા અજાણતામાં આપવામાં આવેલ નિવેદનથી જો સદસ્યો અને લોકોના વર્ગોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેને પાછો ખેંચવા છું. હું એ શબ્દોને હટાવી દેવાનો અનુરોધ કરું છું. મને એ વાતનો અફસોસ છે.
આ પહેલા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે, તેમણે ગૃહમાં કરેલી ટિપ્પણીઓ બદલ માફી નથી માંગી. ઈન્ડિયા ગઠબંધની તમામ પાર્ટીઓ તેમની સાથે ઉભી હતી. શું આ પાર્ટીઓ દેશના ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહી છે? આ દેશને કોઈ વિભાજિત નહીં કરી શકે. ભારતના કેટલાક સભ્યો જેઓ દેશને ઉત્તર અને દક્ષિણમાં વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તેમના કાવતરામાં નિષ્ફળ થશે.