કેવું સન્માન મળ્યું ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીજીને ? જુઓ
વાયોવૃધ્ધ નેતાને સર્વોચ્ચ નાગરિક સન્માન : વડાપ્રધાને આપી જાણકારી,મોદી એ કહ્યું ભારતના વિકાસમાં એમનું અવિસ્મરણીય યોગદાન
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પોતે આ જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આપી હતી. આ જાહેરાતથી ભાજપના કેમ્પમાં ખુશાલીની લહેર દોડી ગઈ હતી.
]ભાજપને મજબૂત પાર્ટી બનાવવામાં એમનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે. દેશના નાયબ વડાપ્રધાન તરીકે એમણે યાદગાર સેવા આપી હતી. આ ઉપરાંત રામ મંદિર માટે એમણે રામ રથ યાત્રા યોજીને દેશમાં એક નવી ક્રાંતિ સર્જી દીધી હતી.
મોદીએ જણાવ્યું હતું કે કે મને એ જણાવતા ખુબ આનંદ થઈ રહ્યો છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મે તેમની સાથે વાત કરી અને આ સન્માનથી સન્માનિત થવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી. આપણા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક, અડવાણીજીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. તેમનું જીવન જમીન સ્તરે કામ કરવાથી શરૂ થઈને આપણા નાયબ પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સુધીનું છે. તેમણે આપણા ગૃહમંત્રી અને સૂચના તથા પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમનો હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ અંતરદ્રષ્ટિથી ભરેલો રહ્યો છે.
એમણે વધુમાં લખ્યું કે, “જાહેર જીવનમાં અડવાણીજીની દાયકાઓ લાંબી સેવાને પારદર્શકતા તથા અખંડિતતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા તરીકે જાણવામાં આવે છે જેણે રાજનીતિક નૈતિકતામાં એક અનુકરણીય માપદંડો સ્થાપિત કર્યા. તેમણે રાષ્ટ્રીય એક્તા અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનને આગળ વધારવાની દિશામાં શાનદાર પ્રયત્નો કર્યા છે. તેમનું ભારત રત્નથી સન્માનિત થવું એ મારા માટે ખુબ ભાવુક પળ છે. હું તેને હંમેશા મારું સૌભાગ્ય માનીશ કે મને તેમની સાથે વાતચીત કરવા અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.”
ત્રણવાર રહ્યા પાર્ટી અધ્યક્ષ
લાલકૃષ્ણઅડવાી પાર્ટીના એકમાત્ર એવા નેતા રહ્યા કે જે 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના બાદથી જ સૌથી વધુ સમય માટે પાર્ટીના અધ્યક્ષ પદે રહ્યા. પહેલીવાર તેઓ 1986થી 1990 સુધી અધ્યક્ષ પદે રહ્યા. ત્યારબાદ 1993થી 1998 સુધી અને પછી 2004થી 2005 સુધી પાર્ટી અધ્યક્ષ રહ્યા. સાંસદ તરીકે 3 દાયકા જેટલી લાંબી ઈનિંગ રમ્યા બાદ અડવાણી પહેલા ગૃહમંત્રી બન્યા, ત્યારબાદ અટલજીની કેબિનેટમાં નાયબ પ્રધાનમંત્રી (1999-2004) રહ્યા.