કેજરીવાલના જામીન રદ્દ કરનાર જજના ભાઈ ઈડીના વકીલ
- 150 વકીલોએ ચીફ જસ્ટિસને પત્ર લખી જે રીતે ચુકાદો અપાયો તેનો વિરોધ કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કરતા ચુકાદા સામે સ્ટે આપવાના પ્રકરણમાં નવો ફણગો ફૂટ્યો છે. દિલ્હી હાઇકોર્ટ અને ડિસ્ટ્રીક કોર્ટના 150 કરતાં વધુ વકીલોએ ચીફ જસ્ટીસ ને પત્ર લખી આ આખી ઘટના ‘ કોનફ્લિકટ ઓફ ઇન્ટરેસ્ટ ‘ ની હોવાની રજૂઆત કરી હતી.
આ વકીલોએ એવો ધડાકો કર્યો છે કે જામીન મજુર કરતા ઓર્ડર સામે સ્ટે આપનાર જજ સુધીરકુમાર જૈન ના સગા ભાઈ ઇડીના વકીલ છે અને તેમણે તેમનો ભાઈ એડીનો વકીલ હોવાની વાત જાહેર નહોતી કરી. રજૂઆત કરનાર વકીલો એ જણાવ્યું છે કે આવી સ્થિતિ હોય ત્યારે ખરેખર તો જજ સુધીરકુમાર જૈને પોતાને આ કેસથી અલગ કરી દેવા જોઈએ.
રજૂઆત કરનાર વકીલોએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કરતો ચુકાદો અપલોડ પણ નહોતો થયો ત્યાં જ જજ સુધીર કુમાર જૈને એ ચુકાદા સામે સ્ટે ઓર્ડર આપી દીધો હતો. પત્રમાં આ વકીલોએ લખ્યું છે કે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની છે. આ ન્યાયાધીશે પક્ષપાત ભર્યું વલણ અપનાવીને કેજરીવાલ વિરુદ્ધ ચૂકાદો આપ્યો હોવાની ફરિયાદ પણ આ વકીલોએ કરી છે.