ઈરાનના હુમલાબાદ મધ્ય પૂર્વમાં ભારેલો અગ્નિ
યોગ્ય સમય આવ્યા બદલો લેશો: ઇઝરાયેલ તો બમણા જોરથી જવાબ આપશું: ઈરાન
શનિવારની રાત્રે ઇઝરાયેલ પર ઇરાને કરેલા હુમલાબાદ સમગ્ર મધ્ય પૂર્વમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઇરાને પોતાના તરફથી કાર્યવાહી પૂરી થઈ ગઈ હોવાનું જાહેર કર્યા બાદ પણ ઇઝરાયેલે બદલો લેવાનો નિર્ધાર વ્યક્ત કરતાં સ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે તેવો ભય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા બદલો લેવા માટેના એક કરતાં વધારે વિકલ્પો વડાપ્રધાન નેતન્યાહુને સૂચવવામાં આવ્યું હોવાનું ઇઝરાયેલ લશ્કરના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઇઝરાયેલના પ્રવક્તા ના જણાવ્યા ઇઝરાયેલે ઈરાનના હુમલા નો બદલો લેવો જ જોઈએ તેવો મત વોર કેબિનેટમાં એકસુરે વ્યક્ત થયો હતો. જોકે બદલાના સ્વરૂપ, પદ્ધતિ તેમજ તેના વ્યાપ અને તીવ્રતા અંગે મતભેદો હતા. વોર કેબિનેટ પૂર્ણ થયા બાદ ઇઝરાયેલના મંત્રી બેની ગેંટ્ઝે ઇઝરાયલ યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિથી બદલો લેશે જ તેવી ઘોષણા કરી હતી.
બીજી તરફ ઇઝરાયેલ ના કોઈપણ વળતા હુમલાનો બમણા જોરથી જવાબ આપવાની ચેતવણી ઇરાને આપી હતી. એ દરમિયાન ઇઝરાયેલ દ્વારા યુનાઇટેડ નેશનની સુરક્ષા પરિષદ સમક્ષ ઇરાન ઉપર વધુ પ્રતિબંધો મૂકવાની માંગણી થઈ હતી. G7 રાષ્ટ્સમૂહએ પણ ઈરાન ઉપર વધુ આકરા પગલાં લેવા તૈયારી દર્શાવવી હતી. સામા પક્ષે યુનાઇટેડ નેશનના ઈરાનના પ્રતિનિધિ આમિર સેઈદ ઇરાવાનીએ યુનાઇટેડ નેશન વૈશ્વિક શાંતિ અને સલામતી નું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. સીરિયામાં દમાસ્કસ ખાતેની ઇઝરાયેલને રાજદૂત કચેરી પર હુમલો થયા બાદ ઈરાન પાસે ઇઝરાયેલ ઉપર હુમલો કર્યા સિવાયનો એક પણ વિકલ્પ બચ્યો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્રે યાદ કરવું જરૂરી છે કે ઇરાને પ્રથમ વખત જ ઇઝરાયેલ ઉપર સીધો હુમલો કર્યો હતો.
હુમલા અંગે ઇરાને 72 કલાક પહેલા જાણ કરી હતી
ઇઝરાયેલ પરના હુમલા અંગે ઇરાને અમેરિકા અને અન્ય પાડોશી રાષ્ટ્રોને 72 કલાક પહેલા જાણ કરી હોવાનો ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાએ દાવો કર્યો હતો. અમેરિકાએ જોબકે એ દાવો નકારી કાઢ્યો હતો પણ તુર્કી, જોર્ડન અને ઇરાકે તેમને 72 કલાક પહેલા જાણ કરાઈ હોવાનું સ્વીકાર્યું હતું.