ઈન્ડિયાની બેઠકમાં નીતીશ પણ હાજર નહીં રહે..
મમતા અને અખિલેશ પણ ઉપસ્થિત નથી રહેવાના
ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના કારમાં પરાજયને પગલે વિપક્ષના ગઠબંધન ઇન્ડિયાનું ભાવિ પણ અધરતાલ થઈ ગયું છે. એ ગઠબંધનની બુધવારે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એ બોલાવેલી બેઠકમાં મમતા બાદ હવે અખિલેશ યાદવ અને નીતીશકુમારે પણ ઉપસ્થિત ન રહેવાની જાહેરાત કરતા આ ગઠબંધનના અસ્તિત્વ સામે જ સવાલો ઊભા થવા લાગ્યા છે.
ત્રણ હિન્દી પાસે રાજ્યોમાં કોંગ્રેસના કરુણ રકાસ બાદ મમતા બેનર્જી તેમજ જનતા દળના નેતા કે.સી. ત્યાગી એ ભાજપ સામે લડવામાં કોંગ્રેસ સક્ષમ ન હોવાની ટીકા કરી હતી. વિપક્ષોના આ ગઠબંધનમાં પણ કોંગ્રેસ પોતાની જમીનદારી માનસિકતા છોડતી ન હોવાના પણ આક્ષેપ થયા હતા.
એ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ છઠ્ઠી તારીખે ઇન્ડિયા ની બેઠક બોલાવવાની ઘોષણા કરી હતી. જોકે મમતા બેનર્જીએ પોતાને કોઈએ એ બેઠક અંગે જાણ ન કરી હોવાનું બહાનું કાઢી પોતે ઉપસ્થિત નહી રહી શકે તેવું જણાવ્યું હતું. અખિલેશ યાદવ પણ આ બેઠકમાં ભાગ નથી લઈ રહ્યા તેમને બદલે પક્ષના મહાસચિવ રામગોપાલ યાદવ ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળ્યું છે.
વિપક્ષોના આ ગઠબંધનની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહે. તેમને બદલે પક્ષપ્રમુખ લલનસિંહ અને મંત્રી સંજયકુમાર ઝા હાજર રહેશે તેમ જાણવા મળ્યું છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે સીટ શેરિંગ અંગે નિર્ણય લેવાવાની ધારણા હતી. એવી મહત્વની બેઠકમાં પણ પશ્ચિમ બંગાળ,ઉત્તર પ્રદેશ, અને બિહારના મુખ્ય પક્ષોના ટોચના નેતાઓની અન ઉપસ્થિતિ બાદ હા ગઠબંધનની અસરકારકતા અને પ્રભાવ સામે પ્રશ્નાર્થ ખડા થયા છે.