ઇઝરાયલના વડાપ્રધાન સાથે આવું કરો ? શું ? કોણે કહ્યું ? .. વાંચો
કોંગ્રેસના સાંસદ રાજમોહને જીભ પરથી કાબૂ ગુમાવ્યો,નેતાન્યાહૂ યુધ્ધ અપરાધી છે
કેરળમાં પેલેસ્ટાઇન સાથે એકતા બતાવવા માટે યોજાયેલી રેલીમાં કેરળના કોંગ્રેસના સાંસદ રાજમોહને જીભ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને એમણે એમ કહ્યું હતું કે ઇઝરાયલના વડાપ્રધાન નેતનયાહૂને કેસ ચલાવ્યા વિના જ ગોળી મારી દેવી જોઈએ.
એમણે કહ્યું હતું કે નેતાન્યાહૂ એક યુધ્ધ અપરાધી છે અને અનેક બાળકોને મારી નાખ્યા છે. રાજમોહને ઇઝરાયલના વડાપ્રધાન સામે નુર્નબર્ગ મોડલની ભલામણ કરી હતી. યહૂદી નરસંહાર માટે જવાબદાર નાઝીઓ સામે જર્મનીના નુર્ન બર્ગમાં ખાટલા ચલાવવામાં આવ્યા હતા.
રાજમોહને કહ્યું હતું કે જીનીવા કરાર તોડનારા લોકો એટલે કે નેતાન્યાયહૂ સાથે શું કરવું જોઈએ ? યુધ્ધ અપરાધીઓ સામે ખટલા ચાલ્યા હતા તેવી રીતે આ માણસ સામે કેસ ચલાવ્યા વિના જ તેણે ગોળી મારી દેવી જોઈએ.