આવકવેરાના દરોડામાં કોને ત્યાંથી મળ્યો નોટોનો પહાડ ? વાંચો
ઝારખંડ અને ઓડિશામાં બિઝનેસ મથકો અને નિવસસ્થાનો પર દરોડા, કોંગીના નેતા પાસેથી 100 કરોડ રોકડ મળી
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
આવકવેરા વિભાગે ઓડિશા અને ઝારખંડમાં પ્રાઈવેટ લિમિટેડ કંપનીઑમાં દરોડા પાડ્યા હતા જેમાં પરિસરમાંથી નોટોના બંડલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જો કે ઝારખંડ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજપ્રસાદ સાહુના ઠેકાણા પરથી જાણે નોટોનો આખો પહાડ મળ્યો હતો. નોટની ગણતરી કરતી મશીનો પણ બંધ થઈ ગઈ હતી. સાહુના ઠેકાણા પરથી કૂલ 100 કરોડની રકમ મળી હતી. એમના 5 બિઝનેસ મથકો અને નિવાસસ્થાન પર દરોડા પડ્યા હતા.
આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરતા ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને રાંચી, ઝારખંડના લોહરદગામાં કાર્યવાહી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડામાં 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી, જો કે વધારે સંખ્યામાં નોટો હોવાને કારણે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
આવકવેરા વિભાગે બૌધ ડિસ્ટિલરીઝ ઉપરાંત ઝારખંડના પ્રખ્યાત ઉદ્યોગપતિ રામચંદ્ર રૂંગટાના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતા. સવારથી જ રામગઢ, રાંચી અને અન્ય સ્થળોએ તેમના ઘરે અને સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહી શરૂ થઈ હતી.
રામગઢ અને રાંચીમાં સ્થિત રામચંદ્ર રૂંગટાના ઘણા સ્થળો પર સર્વે થયો હતો. CRPFના જવાનોએ અહીં આવકવેરા અધિકારીઓને સુરક્ષા પૂરી પાડી હતી. રામગઢ જિલ્લામાં ઘણી જગ્યાએ આવેલી ફેક્ટરીઓ અને રહેઠાણોમાં તપાસ થઈ હતી.