આપના સિસોદીયા અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 17 મી સુધી વધી
દિલ્હીની કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સાથે સબંધિત મની લોન્ડરિંગ મામલે દિલ્હીની એક કોર્ટે મનીષ સિસોદિયા અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 17 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી હતી. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ફરી એક વખત રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો.
દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સુનાવણી કરતા મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો અને તેમની ન્યાયિક કસ્ટડી 17 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી હતી.
કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને શપથ ગ્રહણ માટે રાહત આપી હતી. . કોર્ટે કસ્ટડીમાં રહેલા સંજય સિંહને 5 ફેબ્રુઆરીએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેવાની મંજૂરી આપી હતી. જેલ અધિકારીઓને સવારે 10:00 વાગ્યા સુધીમાં તેમને સંસદમાં લઈ જવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ઇડી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા નહતા.