આનંદો! ભારતના વધુ એકદુશ્મનની કરાચીમાં ભેદી હત્યા
ખૂંખાર આતંકી હંઝલા અદનાનનો ખાતમો
અજાણ્યા હુમલાખોરે ધડાધડ વીંધી નાખ્યો
ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપનાર આતંકવાદીઓની વિદેશની ભૂમિ ઉપર ભેદી હત્યા થવાનો સિલસિલો અવિરત ચાલુ છે. પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદી નો ખાતમો થયો છે. ભારતમાં થયેલા અનેક હુમલાઓ માં સંડોવાયેલા લશ્કર એ તૈયાબાના ટોચના કમાન્ડર અદનાન અહમદ ઉર્ફે હંઝલા અદનાનની અજાણ્યા હુમલાખોરે ચાર ગોળી ધરબી દઈને હત્યા કરી હતી.
લાહોરમાં ભીંદરાનવાલેના ભત્રીજા લખબીર રોડે નું મૃત્યુ થયું અને મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ મીર ઝેરી અસરને કારણે વેન્ટિલેટર ઉપર ડચકા ખાઈ રહ્યો હોવાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં હવે હંઝલાની પણ વિદાય થઈ ચૂકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રીજી તારીખની રાત્રે અજાણ્યા હુમલાખોરે તદન નજીક જઈ અને તેને ઠાર માર્યો હતો. ઘવાયેલા આતંકવાદીને ગુપ્ત રીતે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યાં સોમવારની રાત્રે તેનું મૃત્યુ થયું હતું. માર્યો ગયેલો આતંકી લશ્કર એબાના વડા હાફિઝ સૈયદનો ખાસ સાથીદાર હતો. તેના મૃત્યુ સાથે ભારતનો વધુ એક દુશ્મન દફન થઈ ગયો છે.
અને હુમલામાં સંડોવણી હતી.
અદનાન અહેમદ કોમ્યુનિકેશન એક્સપર્ટ હતો અને ભારતમાં મોકલવા માટે આતંકવાદીઓની ભરતીની જવાબદારી સંભાળતો હતો. શ્રીનગર અને પુલવામામાં થયેલા હુમલા પાછળ તેનો દોરી સંચાર હતો. 2015માં બીએસએફના કાફલા ઉપર થયેલા હુમલામાં પણ તેની સંડાણી હતી. એ હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. એ જ રીતે 2016 માં પંપોરમાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલો થયો હતો જેમાં આઠ જવાનો શહીદ થયા હતા અને 22 ને ઇજા પહોંચી હતી. એ ભયંકર હુમલાનો માસ્તર માઇન્ડ પણ અદનાન અહેમદ હતો