આનંદો.. દેશના અર્થતંત્ર વિષે રેટિંગ એજન્સીએ કેવી ગુલાબી આગાહી કરી ? જુઓ
રેટિંગ એજન્સી એસએન્ડપીનો અહેવાલ, 2023-24 માં વિકાસ દર 6.4 ટકા રહેશે
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
દેશનું અર્થતંત્ર સાચી દિશામાં દોડી રહ્યું છે તેનો વધુ એક પુરાવો બહાર આવ્યો છે. રેટિંગ એજન્સી એસ એન્ડ પીએ નવા અહેવાલમાં એવી આગાહી કરી છે કે 2030 સુધીમાં ભારત વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેમાં કોઈ શંકા નથી. ભારતનું અર્થતંત્ર મજબૂત છે.
ગ્લોબલ એજન્સીએ એમ પણ કહ્યું છે કે 2026-27 માં ભારતનું જીડીપી 7 ટકા વૃધ્ધિ પામી શકે છે. અત્યારે ભારત વિશ્વની 5 મી સૌથી મોટી ઈકોનોમી છે. અમેરિકા જર્મની, જાપાન, ચીન અને ભારત 5 માં નંબરે છે. જો કે આગામી સમયમાં ભારત અન્ય દેશોને પાછળ છોડીને ખૂબ આગળ નીકળશે.
એજન્સીએ પોતાના ગ્લોબલ ક્રેડિટ આઉટલૂક-2024 અહેવાલમાં આ મુજબની આગાહીઓ કરીને કહ્યું છે કે ભારત વિશ્વમાં ઝડપથી વૃધ્ધિ પામતી માર્કેટ બની જશે ભારત ગ્લોબલ ઉત્પાદક હબ બની શકે છે તેનું ટેસ્ટિંગ પણ થશે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ભારતમાં 2023-24 માં આર્થિક વિકાસ દર 6.4 ટકા રહી શકે છે.
જો કે 206-27 માં ભારત સૌથી ઝડપથી આગળ વધશે અને 7 ટકા વિકાસ દર રહેશે. 2030 સુધીમાં ભારત વિશ્વની 3 જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને તબક્કાવાર તેનો વિકાસ આગળ વધતો રહેશે.