અમિત શાહે ચંદીગઢમાં શું કહ્યું ? કઈ ખાતરી આપી ? વાંચો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ચંદીગઢનો પ્રવાસ કર્યો હતો અને અહીં એમણે પરિયોજનાઓના લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે સંબોધનમાં એમણે એવી આગાહી કરી હતી કે 2029 ની લોકસભાની ચુંટણીમાં ફરીવાર કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવશે. મોદી જ વડાપ્રધાન બનશે.
એમણે કહ્યું કે વિપક્ષને જે કરવું હોય તે કરી લ્યે પણ હું જનતાને વિશ્વાસ અપાવું છું કે ફરીવાર જનતા મોદીજીને સત્તાના સૂત્રો સોંપી દેશે. મોદી સરકાર પર જનતા ભરોસો કરે છે. વિપક્ષના કોઈ ગતકડા કામમાં આવશે નહીં તેની ગેરંટી છે. વિપક્ષ પાસે જનતા માટે કઈ છે જ નહીં.
શાહે વિપક્ષ પર નિશાન તાકીને કહ્યું કે આ લોકો દેશમાં અસ્થિરતા ફેલાવવા માંગે છે. વારંવાર એવી અફવા ફેલાવી રહ્યા છે કે સરકાર લાંબુ ચાલશે નહીં. હું એમને અને જનતાને ભરોસો અપાવું છું કે મોદી સરકાર 5 વર્ષ પૂરા કરશે અને 2029 માં એનડીએ ફરી સરકાર બનાવશે.
મોદીના સ્થાને કોણ આવશે તેવા સવાલો પણ વિપક્ષ દ્વારા કરાઇ રહ્યા છે ત્યારે શાહે કહ્યું હતું કે 2029 માં પણ મોદી જ વડાપ્રધાન હશે. તેમાં કોઈ શંકા નથી. વિપક્ષની અફવાબાજી ફેલ થઈ જશે.