તમને ખબર છે, કેટલા રેલવે સ્ટેશનો પર રૂપિયા 20 માં સ્વાદિષ્ટ ભોજન મળે છે ?
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે રેલવેમાં ભોજન સારું નથી. ખોરાક સ્વાદિષ્ટ નથી. ખાદ્યપદાર્થોમાં બગાડની અનેક ફરિયાદો પણ સામે આવી છે. હવે, મુસાફરોની આ ફરિયાદના નિરાકરણ અને સ્વાદિષ્ટ ભોજન આપવાના ઉદ્દેશ્ય સાથે, રેલ્વેએ ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન સાથે મળીને સસ્તો અને સ્વાદિષ્ટ ખોરાક આપવા માટે એક યોજના શરૂ કરી છે.
20 રૂપિયામાં સ્વાદિષ્ટ સ્વચ્છ ભોજન
રેલવે યાત્રીઓને તેમની મુસાફરી દરમિયાન સ્વાદિષ્ટ, સસ્તો અને સ્વચ્છ ખોરાક આપવા માટે ઈકોનોમી મીલ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત માત્ર 20 રૂપિયામાં ભોજનની થાળી આપવામાં આવશે. આમાં બે પ્રકારના મીલ આપવામાં આવી રહ્યા છે. જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોને ધ્યાનમાં રાખીને આ મિલ બનાવવામાં આવ્યા છે.
કયા સ્ટેશનો પર મળે છે
રાજમુન્દ્રી, તિરુપતિ, હૈદરાબાદ, ઔરંગાબાદ, ગુંટકલ, પૂર્ણા, ઇગતપુરી, કર્જત, બાંદ્રા ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ અને અન્ય ઘણા રેલ્વે સ્ટેશનો પર ઈકોનોમી મીલ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. જેથી મુસાફરોને સસ્તા દરે સારું ભોજન મળી રહે. રેલ્વેએ સારી વ્યવસ્થા કરી છે જેથી મુસાફરોને પોષણક્ષમ દરે ભોજન મેળવવાની વધુ ચિંતા ન કરવી પડે.