શું દુકાનદારે તમને ભેળસેળ વાળું ઘી તો નથી આપ્યું ને ?? આ 4 રીતે તપાસો ઘીની શુધ્ધતા
ગુજરાતીઓ ખાવા-પીવાના શોખીન હોય છે અને તેમાં પણ ખાસ કરીને કોઈ પણ વસ્તુ બનાવતી વખતે તેમાં ઘી ન નાખે તો તેનો સ્વાદ ફિક્કો લાગે છે. દરેક લોકોના ઘરમાં વડીલો બાળકોને ઘી ખાવાનું કહેતા હોય છે. તમે તમારી દાદી પાસેથી સાંભળ્યું જ હશે કે શુદ્ધ ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી જ તે લગભગ દરેક ભોજનમાં ઘીનો ઉપયોગ કરતી હતી. જો કે એ વાત સાચી છે કે ઘી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ શરત એ છે કે તે શુદ્ધ ઘી હોવું જોઈએ. ખાદ્યપદાર્થોનો સ્વાદ વધારવા ઉપરાંત શુદ્ધ ઘી તમને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.
લોકો પાસે આજે સામેનો અભાવ છે તેથી તેઓ ઘરે ઘી ન બનાવીને બહારથી ખરીદી લેતા હોય છે. દરેક વખતે બજારમાંથી ખરીદો તે ઘી શુદ્ધ હોય તેવું જરૂરી નથી. બજારમાં ઘણા પ્રકારના ભેળસેળયુક્ત ઘી ઉપલબ્ધ છે, જે બટેટા, શક્કરિયા, નારિયેળ તેલ અથવા ડાલડા જેવી વસ્તુઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. ભેળસેળવાળું દેશી ઘી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને આપણે ઘણી બીમારીઓનો ભોગ બની શકીએ છીએ.આવી સ્થિતિમાં તમે ઘારી જ ટેસ્ટિંગથી જાણી શકો છો કે તમે જે ઘીનો ઉપયોગ કરી રહ્યાં છો તે શુદ્ધ છે કે નહીં.
દેશી ઘીને ગરમ પાણીમાં ઉકાળો
આ માટે એક વાસણમાં પાણી ઉકાળો અને આ ઉકળતા પાણીમાં બે ચમચી દેશી ઘી નાખી દો અને બે મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દો. આ પાણીને ઢાંકીને 24 કલાક રહેવા દો. 24 કલાક પછી તપાસો. જો ઘીનો રંગ હજુ પણ પીળો હોય અથવા તે જામ્યો ન હોય અને તેમાંથી ઘીની સુગંધ આવતી હોય તો આ ઘી એકદમ શુદ્ધ છે.
રંગ દ્વારા ઓળખો
એક વાસણમાં બે ચમચી ઘી ગરમ કરો. જ્યારે ઘી ગરમ થાય અને પીગળી જાય, જો તેનો રંગ આછો બ્રાઉન દેખાવા લાગે તો સમજવું કે તમારું ઘી શુદ્ધ છે.
પાણીમાં પરીક્ષણ
ઠંડા પાણીથી પણ ઘીની શુદ્ધતા જાણી શકાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઘી નાખીને છોડી દો. જો ઘી પાણીની સપાટી પર તરે છે, તો તે એકદમ શુદ્ધ ઘી છે. જો તે શુદ્ધ નથી, તો તે કાચના તળિયે સ્થાયી થશે.
મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડ
ઘી ઓળખવા માટે મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં એક ચમચી ઘી લો અને તેમાં અડધી ચમચી મીઠું અને થોડું હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો અને પછી તેને અડધો કલાક રહેવા દો. સમય પૂરો થયા પછી જુઓ તેનો રંગ કેવો છે. જો તેનો રંગ બદલાયો હોય તો તે ભેળસેળયુક્ત ઘી છે અને જો તેનો રંગ બદલાયો નથી તો તે શુદ્ધ દેશી ઘી છે. જો કે, હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરો.