Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
લાઇફસ્ટાઇલ

બોર્ડની પરીક્ષાનું ટેન્શન છે..? ચિંતા કરવાને બદલે વાત કરો

Wed, February 28 2024

બોર્ડ પરીક્ષા ફક્ત સ્ટૂડન્ટ્સ માટે જ નહીં પરંતુ તેમના ભાઈ-બહેનો, માતા-પિતા સહિત આખા પરિવાર માટે સ્ટ્રેસનું કારણ બની શકે છે

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક છે અને વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. પરીક્ષા વખતે શું થશે તેની ખોટી ચિંતા કરી રહેલા કેટલાંક તો વળી સલાહ લેવા ફરી રહ્યા છે. બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને બેશક અમુક પ્રશ્નો સતાવતા હોય છે પણ તેનો અર્થ એ નથી કે ટેન્શનને હાવી રહવા દેવું. પરીક્ષામાં સફળતા મેળવવા માગતા વિદ્યાર્થીઓમાં વાલીઓ જ વિશ્વાસ જગાડી શકે છે.

પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની માનસિકતા કેવી હોય છે એ અંગેના અભ્યાસુ કહે છે કે, પરીક્ષાનું પરિણામ સારું નહિ આવે, સારી કોલેજમાં એડમિશન નહીં મળે, આ વર્ષે ડ્રોપ લઈ લઈએ, નાપાસ થઈશું તો શું થશે જેવા અનેક પ્રશ્નો સતાવતા હોય છે. અનેકવાર વિદ્યાર્થીઓને સ્યુસાઇડ કરવાનો વિચાર આવે, ઘર છોડીને ચાલ્યા જવાનો વિચાર આવે જેવી ફરિયાદો આવતી હોય છે. કેટલાક કિસ્સામાં વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે તેમના હાથ-પગ દુઃખે છે, ઊંઘ આવતી નથી હોતી, માથું દુખતું રહેતું હોય, કળતરની સમસ્યા હોય છે.

વાલીઓને ટિપ્સ આપતા આ અભ્યાસુએ જણાવ્યું કે, આ તમામ સમસ્યાઓ માટે બાળકની આજુબાજુનું વાતાવરણ મહત્વનું છે, અનેક વાલીઓ બાળકને કહેતા હોય છે કે તું પાસ થઈ જશે, સારા માર્ક્સ લાવજે નહીં તો સારી કોલેજમાં એડમિશન નહીં મળે, સારું પરિણામ નહીં આવે તો આગળ અભ્યાસમાં ખૂબ ખર્ચ થશે, પૈસા ક્યાંથી લાવીશું? આ ચિંતાઓ વાલીઓની હોય છે, જેની અસર બાળક પર પડે છે અને બાળક ડિપ્રેશનમાં જતું હોય છે. વાલીઓની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હોય છે, વાલીઓ બાળક સાથે હકારાત્મક રહે એ જરૂરી છે. બાળક કોઈ સમસ્યા અનુભવે તો વાલી પોતે બાળક સાથે ચર્ચા કરે. સ્કૂલ – ટ્યુશનના શિક્ષક સાથે વાતચીત કરે અને જરૂર હોય તો મનોચિકિત્સક સાથે મળીને ઉકેલ કાઢવો જોઈએ. બાળક જ્યારે પણ તેના અભ્યાસને લઈને કોઈ સમસ્યા અથવા ચિંતા અનુભવે તો એની સાથે ચર્ચા કરવી જરૂરી છે.

વાલીઓ ફરિયાદ કરે છે કે વાંચન કરતી વખતે બાળક મોબાઈલનો ઉપયોગ કરે છે, મોબાઈલમાં જોડાયેલા કેટલાક નકારાત્મક કન્ટેન્ટ બાળક જુવે છે, જો મોબાઈલ ના આપવામાં આવે તો બાળક વાંચન નથી કરતું.

અનેક બાળકોમાં મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટરના વપરાશને કારણે પોર્ન વીડિયો જોવાની વાલીઓમાં ફરિયાદ પણ વધી છે. જો કે હવે ગણતરીના દિવસો બોર્ડની પરીક્ષા માટે બાકી રહ્યા છે એટલે તમામ સમસ્યાઓ વાલીઓ બાજુમાં રાખી બાળકનો ખાવાનો સમય સાચવે. બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે, સુવા અને ઉઠવાનો સમય સાચવે, બાળક સમજ્યા વગર બિનજરૂરી વાંચન ના કરે એ ધ્યાન આપે. બાળકે જે અભ્યાસ કર્યો છે એના પર ફોક્સ કરવામાં આવે, નકારાત્મક વસ્તુ જોવાનું અને વાંચન કરવાનું બાળક ટાળે આ તમામ તકેદારી રાખવી જોઈએ.

વાલીને પોતાના બાળકના વર્તન વિશે ખ્યાલ હોય છે, બાળક વાંચવા ના બેસે, વાતે વાતે રડવા લાગે, વાંચનની ઈચ્છા ના થાય, સ્યુસાઈડનો પ્રયાસ કરે, ખાવાનું બંધ કરી દે, ઊંઘ ના આવતી હોય તો બાળક સાથે વાલીએ વાત કરવી જોઈએ.

પરીક્ષા ક્યારે છે ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાનો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે તે પ્રમાણે ધોરણ 10 એસએસસી, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 એચએસસી વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા આગામી 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે.આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.

થોડા સમય પહેલાથી શરૂ કરી દો તૈયારી

પરીક્ષા શરૂ થવાના થોડા સમય પહેલાથી જ અભ્યાસ શરૂ કરી દો. તેનાથી તમને સ્ટ્રેસ નહીં થાય અને સિલેબસ પુરો કરી શકાશે. તમારા સિલેબસને તમે નાના અને મેનેજેબલ સેશનમાં વહેચી લો. જેનાથી તમે તેને સરળતાથી પુરો કરી શકો. બધા વિષયો માટે એક સ્લોટ બનાવો અને આ સુનિશ્ચિત કરો કે તમે બધાને સમાન સમય આપો. પોતાની તૈયારીને જાણવા માટે મોક ટેસ્ટ, પ્રેક્ટિસ પેપરને સોલ્વ કરો.

પોતાને ફ્રેશ રાખવાનો પ્રયત્ન કરો

પોતાના મન અને શરીરને શાંત રાખવા માટે ઉંડો શ્વાસ લઈને વ્યાયામ કરો. ઘીરે અને ઉંડા શ્વાસ લો. પોતાના નાકથી શ્વાસ લો અને પોતાના મોંઢાથી શ્વાસ છોડો. દરરોજ ધ્યાન લગાવવા માટે અમુક સમય કાઢો. પોતાના વિચારોમાં કોઈ નકારાત્મક વિચાર ન લાવો. યોગનો અભ્યાસ સ્ટ્રેસને ઓછો કરવા અને આરામને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. પોતાની દિનચર્યામાં યોગ મુદ્રાઓ સામેલ કરો.

પોતાને પ્રિપેર રાખો

પરીક્ષાની તૈયારી વખતે લાસ્ટ સમયની એન્ઝાઈટીને ઓછી કરવા માટે પ્રિપેર રહેવું જરૂરી છે. ફોકસ અને પ્રોડક્ટીવિટીને વધારવા માટે અભ્યાસની સામગ્રી, નોટ્સ અને સંસાધનોને સંભાળીને મુકો. જ્યારે તમારી વસ્તુઓ વધારે અવ્યવસ્થિત રહેતી હોય તો ધ્યાન વધારે ભટકે છે. સારી રીતે વસ્તુઓને ઓર્ગેનાઈઝ કરવાથી તમારો સમય બચે છે. જેનાથી તમે બ્રેક લઈ શકો છો અને બર્નઆઉટથી બચી શકો છો.

એક્ટિવ લર્નિંગનો પ્રયત્ન કરો

કોઈ પણ વિષયને ગોખી નાખવાનો પ્રયત્ન ન કરો. આ આદત છોડી દો. તેની જગ્યા પર તમારે એક્ટિવ લર્નિંગ કરવું જોઈએ. નોટ્સ લેવા, બીજાને શિખવાડવા અને પોતાની સાથે પ્રશ્ન ઉત્તર કરવાના માધ્યમથી તમે વધુ સારી રીતે મહેનત કરી શકશો.

Share Article

Other Articles

Previous

કોચિંગ ક્લાસના સંચાલકોને કઈ બાબતનું પેટમાં દુઃખે છે ?

Next

રાજ્યસભા ચૂંટણી પરિણામ : ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનો જયજયકાર, 10 માંથી 8 બેઠક પર વિજય, સમાજવાદી પાર્ટીને 3 માંથી 2 બેઠક મળી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજ્ય સરકારનું આકરું પગલુ : રાજકોટનાં ઈન્ચાર્જ ચેરિટી કમિશનરની સત્તા ઉપર કાપ, ચાર્જ આંચકી લેવાયો
25 મિનિટutes પહેલા
રાજકોટમાં સ્પાના માલિકે નોકરીના પ્રથમ દિવસે જ મહિલાકર્મી પર આચર્યું દુષ્કર્મ : અફિણની ગોળી આપ્યાનો આરોપ
41 મિનિટutes પહેલા
બેંગ્લોર : પૂર્વ સાંસદ, દેવગૌડાનાં પૌત્ર અને JDS નેતા પ્રજ્વલ્લ રેવન્ના દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર : કાલે સજાનું એલાન
2 કલાક પહેલા
Vice Presidential Polls: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર; 9 સપ્ટેમ્બરે મતદાન, આ તારીખ સુધીમાં ઉમેદવારી નોંધાવાશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2309 Posts

Related Posts

રાજકોટની લોકસભા બેઠક માટે કોંગ્રેસે પરેશ ધાનાણીનું નામ જાહેર કરતા કાર્યકરોએ કરી ઉજવણી: જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
ઇસ્કોનના સાધુની જામીન અરજી રદ થયા બાદ ચિત્તાગોંગ કોર્ટમાં સરકારી વકીલની હત્યા
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા ઉદારવાદી મસૂદ,કટ્ટરપંથી જલીલીનો થયો પરાજય
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જુના માર્કેટિંગ યાર્ડમાં સરકારી મગફળીના જથ્થામાં આગ ભભૂકી
રાજકોટ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર