કેનેડા પુરાવા કેમ નથી આપતું? ભારતના રાજદૂત નો સવાલ
હરદીપ હત્યા કેસમાં અક્ષેપો પાયા વગરના
હજુ સુધી કોઈની ધરપકડ પણ નથી થઇ
કેનેડાના શિખ આતંકી હરદિપ સિંઘ નિઝર ની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો બરાબરના ફસાયા છે.
ભારતે ફરી વખત તેમને આધાર પુરાવા રજુ કરવા અનુરોધ કર્યો હતો.
કેનેડા ખાતેના ભારતના એમ્બેસેડર સંજય કુમાર વર્માએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ હત્યા પ્રકરણ સંલગ્ન કોઈ આધારકભુત પુરાવા કેનેડા કે તેના સાથી દેશોએ હજુ પણ નથી આપ્યા.
તેમણે પૂછ્યું કે પુરાવા ક્યાં છે ?અત્યાર સુધીની તપાસનું અંતિમ કારણ શું છે? હું તો એક ડગલું આગળ વધીને કહીશ કે તપાસ કલંકિત થઈ ગઈ છે. કોઈ ઉચ્ચ સ્તરેથી હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો નિર્દેશ આક્ષેપો માટે કારણભૂત હોવની તેમણે આસન કાર્યક્રમ કરી હતી.
વર્માએ વધુમાં કહ્યું કે કોઈપણ દેશના રાજદૂતો વચ્ચેનો વાર્તાલાપ કે સંદેશા વ્યવહાર આંતરરાષ્ટ્રીય કાનુન હેઠળ સુરક્ષિત હોય છે. શું કેનેડા ગેરકાયદે વાયર ટેપિંગ કરેલા કથિત સંદેશા ને પુરાવા ગણાવે છે? તેવો સવાલ તેમણે કર્યો હતો
નોંધનીય છે કે વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ભારત ઉપર આક્ષેપ કર્યા બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંકટ સર્જાયું છે પણ મહત્વની વાત એ છે કે ટુડો પુરાવા હોવાનો દાવો કરે છે પરંતુ આટલો સમય વીતી ગયો હોવા છતાં આજ સુધી એક પણ આરોપીની ધરપકડ પણ નથી થઈ.
કેનેડા ભારત વિરોધી તત્વોને પોષી રહ્યું છે
ઇન્ટરવ્યૂમાં વર્માએ કહ્યું કે કેનેડાના નાગરિકોનું એક જૂથ ભારતમાં અશાંતિ ફેલાવવા માંગે છે. તેઓ અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વને પડકારે છે અને કેનેડા એ તત્વોને રક્ષણ આપે છે. તેમણે ઉમેર્યું કે આવા તત્વોને ભારતને હવાલે કરવા પાંચ વર્ષમાં ભારતે 26 સત્તાવાર વિનંતી મોકલી છે પરંતુ કેનેડાએ કોઈ પગલા નથી લીધા.