આરબ દેશના નેતાઓ શા માટે આવે છે ભારત ? વાંચો
દુનિયાના ઘણા દેશો ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુધ્ધ બંધ કરાવવા માટે પ્રયાસ કરી ચૂક્યા છે પણ તેનું કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે હવે આરબ દેશોને ભારત તરફથી જ રાહત મળવાની આશા દેખાઈ રહી છે અને ભારત કઈક કરી શકે છે તેવો વિશ્વાસ એમને છે.
ઈસ્લામિક તેમજ આરબ દેશોના નેતાઓને ભારત પર મોટી આશા છે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આરબ લીગના વિદેશ મંત્રીઓ આગામી સપ્તાહે ભારત આવે તેવી આશા છે. આરબ જગતના વિદેશ મંત્રીઓ આ પહેલા ચીન ગયા હતા અને હવે ત્યાંથી પાછા ફરી રહ્યા છે અને બહુ જલ્દી તેઓ દિલ્હી આવશે.
આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થશે. આરબ જગતને આશા છે કે, દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ગાઝાના મુદ્દાનો કોઈ ઉકેલ મળશે. આ બેઠકમાં સાઉદી અરબ, જોર્ડન, ઈજિપ્ત તેમજ પેલેસ્ટાઈનના વિદેશ મંત્રીઓ હાજરી આપી અને સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે.
ભારતના સબંધો ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન એમ બંને પક્ષો સાથે સારા હોવાથી આરબ દેશોને આશા છે કે, ભારતના પીએમ બંને પક્ષો સાથે વાતચીત કરીને કોઈને કોઈ સ્થાયી સમાધાન સૂચવી શકે છે.