પાકિસ્તાનને કોણે માર્યો ઝટકો ? વાંચો
શું ફરિયાદ કરી હતી પાકિસ્તાને ?
પાકિસ્તાન પોતાની ટેવ મુજબ ભારત વિરોધી પ્રચાર કરે છે અને હવે તેણે અમેરિકાના દરબારમાં ખોળો પાથરીને ભારતવિરોધી ફરિયાદ કરી હતી પણ અમેરિકાથી પણ તેને ઝટકો જ લાગ્યો હતો અને અમેરિકાએ સાફ શબ્દોમાં કહી દીધું હતું કે અમે ક્યાંય વચમાં નથી, તમે બે ફોડી લ્યો.
પાકિસ્તાનનો દાવો છે કે, ભારતની ગુપ્તચર એજન્સી એટલે કે રોના એજન્ટ્સ તેમની ધરતી પર અમુક લોકોને ટાર્ગેટ કરી રરહ્યા છે. હવે આ મામલે પાકિસ્તાને અમેરિકા સાથે વાત કરી હતી. . સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ અમેરિકા સાથે આ મામલે વાત કરી હતી. સોમવારે અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે આ મામલે કહ્યું હતું કે, બંને દેશોએ વાટાઘાટ દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે.
પાકિસ્તાનના આરોપો પર મેથ્યૂ મિલરે કહ્યું કે, અમે આ મુદ્દે મીડિયા રિપોર્ટસને ધ્યાનથી જોઈ રહ્યા છીએ. અમારી પાસે આ આરોપો વિશે કોઈ ટિપ્પણી નથી, પરંતુ આ મામલે હસ્તક્ષેપ કર્યા વિના અમે બંને પક્ષોને વાતચીત દ્વારા સમાધાન શોધવાની સલાહ આપીએ છીએ.
થોડા દિવસો પહેલા બ્રિટનના ‘ધ ગાર્ડિયન’ અખબારમાં પ્રકાશિત એક અહેવાલ સામે આવ્યો હતો, જેમાં પાકિસ્તાને દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં ભારત સરકારે વિદેશી ધરતી પર આતંકવાદીઓનો સફાયો કરવા માટે પાકિસ્તાનમાં અનેક લોકોની હત્યા કરી છે. પાકિસ્તાને ટાર્ગેટ કિલિંગ સાથે સંબંધિત દસ્તાવેજો શેર કર્યા હતા.