ઇઝરાયલના નાગરિકોની એન્ટ્રી પર કોણે મૂક્યો પ્રતિબંધ ? જુઓ
દુનિયામાં ક્યાંય શાંતિ નથી. એક બીજા દેશો સામસામે ઘૂરકિયા કરતાં જ રહે છે. હવે ઇઝરાયલની સામે અનેક દેશોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે અને 12 જેટલા દેશોએ ઇઝરાયલના નાગરિકો માટે એન્ટ્રી પર પ્રતિબંધ જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર આ દેશોના નામની યાદી પોસ્ટ કરવામાં આવી હતી.
આ પગલાંથી દુનિયાભરમાં ચર્ચા જાગી છે. જો કે ઇઝરાયલ દ્વારા આ બારામાં પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને સરકારે પોસ્ટ કરીને જવાબ આપતા કહ્યું હતું કે અમારા માટે સારું જ થયું છે. ઈઝરાયલે સામે કોઈ આક્રમકતા બતાવી નથી. તેના નાગરિકો માટે 171 દેશોમાં એન્ટ્રી છે.
જે દેશોએ આ પ્રકારની એન્ટ્રી બેન કરી છે તેમાં અલજીરિયા, ઈરાન, ઈરાક, કુવૈત, લેબનોન, લિબિયા, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, સિરીયા અને યમનનો સમાવેશ થાય છે. આમ કૂલ 12 દેશોએ ઇઝરાયલના નાગરિકોની એન્ટ્રી પર બેન લગાવ્યો છે. જો કે આ પહેલા જ ઇઝરાયલ દ્વારા ઉપર જણાવેલ દેશોમાંથી કેટલાકને પોતાના દુશ્મન દેશ તરીકે જાહેર કરાયા હતા.
બીજી બાજુ યુએઇ દ્વારા આવો કોઈ પ્રતિબંધ મુકાયો નથી. બહરીન સરકારે પણ ઇઝરાયલના નાગરિકોને છૂટ આપેલી જ છે અને કોઈ મનાઈ નથી. અત્યારે દુનિયાના 171 દેશોમાં ઇઝરાયલના નાગરિકો માટે વિઝામુક્ત એન્ટ્રીની સુવિધા છે.