અમેરિકાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીનો કયો નારો ગૂંજી રહ્યો છે ? જુઓ
અમેરિકન પ્રમુખપદ માટેની ચુંટણીનો ઘટનાક્રમ હવે રોચક થઈ ગયો છે. બાયડન મેદાનમાંથી હટી ગયા છે અને કમલા હેરિસના નામનો પ્રસ્તાવ આપ્યો છે. બિજીં બાજુ ટ્રમ્પના કેમ્પમાં ઉત્સાહની લહેરો દોડી રહી છે. એમનો જોશ હાઇ થઈ ગયો છે. અહીં પણ ભારતની જેમ 400 પારનો નારો ગુંજતો થયો છે તે રસપ્રદ બાબત છે.
લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન મોદી દ્વારા અબ કી બાર 400 પારનો નારો લાગ્યો હતો અને હવે તે અમેરિકાની ચુંટણીમાં ગાજી રહ્યો છે અને ટ્રમ્પના ટેકેદારોએ એવું નિવેદન કર્યું હતું કે રિપબ્લિકન પાર્ટીને બધાનો ટેકો છે અને 50 રાજ્યોના 538 ઇલેકટોરલ વોટ છે તે પૈકી 400 વોટ મળી શકે છે. આમ ટ્રમ્પ અબ કી બાર 400 પાર થઈ શકે છે.
નિયમ મુજબ 538 વૉટમાંથી જો ઉમેદવારને 270 વોટ મળી જાય તો તે રાષ્ટ્રપતિ બની શકે છે. હવે ટ્રમ્પના ટેકેદારો 400 વોટ મળવાનો દાવો કરી રહ્યા છે અને ટ્રમ્પની જીતને નિશ્ચિત માની રહ્યા છે. સામાન્ય રીતે જે પાર્ટી પોપ્યુલર વોટ જીતે છે તે રાજ્યોના બધા જ ઇલેકટોરલ વોટ મેળવતી રહી છે.
હવે જોવાનું એ રહે છે કે ટ્રમ્પને 400 વોટ મળે છે કે નહીં. જો કે જાણકારો તો એમ કહે છે કે આવું ક્યારેય બની શકે જ નહીં અને ટ્રમ્પના ટેકેદારો માત્ર મોરલ હાઇ રાખવા માટે આવો પ્રચાર કરી રહ્યા છે.