પાકિસ્તાનમાં લોટનો ભાવ ક્યાં પહોંચ્યો ? વાંચો
ફરીવાર પાકિસ્તાનની હાલત ખરાબ થઈ છે અને લોકો લોટ માટે તરફડી રહ્યા છે.બીજી બાજુ તેના નેતાઓ મોજમજા કરી રહ્યા છે. અર્થતંત્ર વધુ ખાડે જઈ રહ્યું છે અને હવે હાલત એવી થઈ છે કે ઘઉંના લોટનો એક કિલોનો ભાવ રૂપિયા 800 ઉપર પહોંચી ગયો છે. લોકોની રાડ ફાટી ગઈ છે. એક રોટલીનો ભાવ રૂપિયા 25 થયો છે.
આમ આદમી રોટલી પણ બજારમાંથી ખરીદી શકે એમ નથી. લોટ અને રોટલી બંનેના ભાવ જલદ થઈ ગયા છે. કરાચીમાં કરિયાણાની નાની દુકાન ધરાવતા અબ્દુલ હમીદ નામના વેપારીએ મીડિયાને કહ્યું હતું કે ખાવા પીવાની ચીજોના ભાવ આકાશે જઈ રહ્યા છે અને શાસકોને કઈ પરવા નથી.
પાકિસ્તાનમાં વીજળી, પાણી અને ગેસ જેવી જીવનજરૂરી ચીજો એટલી મોંઘી થઈ ગઈ છે કે સામાન્ય લોકો તે ખરીદી શકે એમ જ નથી. વેપારીઓ એમ કહે છે કે અમે ખોટા લોકોને વોટ આપી દીધા છે. આ લોકો સરકાર ચલાવી શકે એમ જ નથી. લોકોની હાલત રોજ બગડી રહી છે. હજારો નહીં લાખો બાળકો પણ રોટી માટે વલખાં મારી રહ્યા છે.
એક વેપારીએ એમ કહ્યું હતું કે લોટનો ભાવ પાકિસ્તાની કરન્સી મુજબ રૂપિયા 800 છે પણ ભારતીય રૂપિયા મુજબ હિસાબ કરીએ તો ભાવ રૂપિયા 238 થાય છે. સમગ્ર દેશમાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે અને શાસકો મોટી મોટી વાતો કરી રહ્યા છે.